26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મંડળી મળવાથી થતા લાભ-ગેરલાભ|}} {{Poem2Open}} સર્વપ્રિય સાહિત્યકાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
૧૯૨૪થી ચાલતા `કુમાર’ સામયિકના સંસ્થાપક અને પહેલા તન્ત્રી હતા, રવિશંકર મ. રાવળ, ત્યારપછી હતા, બચુભાઈ રાવત. બચુભાઈના વડપણ હેઠળ કાવ્યસર્જન અને તેની શિક્ષા-પરીક્ષા માટે જે મંડળી જામેલી એનું નામ, `બુધસભા’. આપણા અનેકાનેક સિદ્ધ-પ્રસિદ્ધ કવિઓ પહેલાં તો `બુધવારિયાં’-માં ગયેલા અને પછી સ્વબળે વિકસેલા. `બુધસભા’ આજે પણ ચાલુ છે. ધીરુ પરીખની રાહબરી હેઠળ અનેક કવિઓ રૂપે ઘડાઈ રહ્યા છે. | ૧૯૨૪થી ચાલતા `કુમાર’ સામયિકના સંસ્થાપક અને પહેલા તન્ત્રી હતા, રવિશંકર મ. રાવળ, ત્યારપછી હતા, બચુભાઈ રાવત. બચુભાઈના વડપણ હેઠળ કાવ્યસર્જન અને તેની શિક્ષા-પરીક્ષા માટે જે મંડળી જામેલી એનું નામ, `બુધસભા’. આપણા અનેકાનેક સિદ્ધ-પ્રસિદ્ધ કવિઓ પહેલાં તો `બુધવારિયાં’-માં ગયેલા અને પછી સ્વબળે વિકસેલા. `બુધસભા’ આજે પણ ચાલુ છે. ધીરુ પરીખની રાહબરી હેઠળ અનેક કવિઓ રૂપે ઘડાઈ રહ્યા છે. | ||
લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી વગેરે કવિમિત્રોએ જન્માવેલી અને જમાવેલી મંડળી, `રે મઠ’. એમના સામયિકનું નામ હતું. `કૃતિ’ લખતાઃ `કૃતિ, સંસ્કૃતિ | લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી વગેરે કવિમિત્રોએ જન્માવેલી અને જમાવેલી મંડળી, `રે મઠ’. એમના સામયિકનું નામ હતું. `કૃતિ’ લખતાઃ `કૃતિ, સંસ્કૃતિ નહીં’ ત્યારે ઉમાશંકરનું `સંસ્કૃતિ’ પણ હતું. સૂર એવો કે અમે વ્યક્તિએ સરજેલી કૃતિના પક્ષકાર પહેલા છીએ. અનેક નવોદિતો પ્રેરાયેલા. ગુજરાતી કવિતામાં આધુનિક સંવેદનશીલતાના આવિષ્કાર માટે આ મંડળી પંકાઈ. એ નવોન્મેષમાં જવાબદાર પણ ગણાઈ. | ||
મંડળીઓની વાતમાં ઉમેરાય, વડોદરા. રામજી મન્દિરની પોળમાંનું ભોગીલાલ ગાંધીનું ઘર. ૨૦-મી સદીના સાતમા દાયકા દરમ્યાન દર ગુરુવારે ત્યાં સુરેશ જોષી, પ્રબોધ ચોક્સી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુલામ મોહમ્મદ શેખ અને બીજા બૌદ્ધિકો મળતા. હું વિદ્યાર્થી સૌને જોતો-સાંભળતો. સમાજ સંસ્કૃતિ રાજકારણ ઇતિહાસ વગેરે ક્ષેત્રો સાથે સાહિત્યનો વિમર્શ-પરામર્શ થતો. સુરેશભાઈ રિલ્કેનાં કાવ્યો વાંચે, પ્રબોધભાઈ કાફકા-કામૂની વાત માંડે, ભોગીભાઈ વિશ્વ-રાજકારણનો કશો મુદ્દો છેડે. વગેરે. ભોગીભાઈના `વિશ્વમાનવ’-માં અને પ્રબોધભાઈના `ક્ષિતિજ’ સામયિકમાં એ ગુરુવારોનાં જ્ઞાનતેજ પ્રસરતાં. એ `ક્ષિતિજ’ પાછળથી સુરેશભાઈને સોંપાયું જે વડે ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્ય સાથે જોડાયું અને એ અર્થમાં આપણા સાહિત્યનો ક્ષિતિજ-વિસ્તાર થયો. | મંડળીઓની વાતમાં ઉમેરાય, વડોદરા. રામજી મન્દિરની પોળમાંનું ભોગીલાલ ગાંધીનું ઘર. ૨૦-મી સદીના સાતમા દાયકા દરમ્યાન દર ગુરુવારે ત્યાં સુરેશ જોષી, પ્રબોધ ચોક્સી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુલામ મોહમ્મદ શેખ અને બીજા બૌદ્ધિકો મળતા. હું વિદ્યાર્થી સૌને જોતો-સાંભળતો. સમાજ સંસ્કૃતિ રાજકારણ ઇતિહાસ વગેરે ક્ષેત્રો સાથે સાહિત્યનો વિમર્શ-પરામર્શ થતો. સુરેશભાઈ રિલ્કેનાં કાવ્યો વાંચે, પ્રબોધભાઈ કાફકા-કામૂની વાત માંડે, ભોગીભાઈ વિશ્વ-રાજકારણનો કશો મુદ્દો છેડે. વગેરે. ભોગીભાઈના `વિશ્વમાનવ’-માં અને પ્રબોધભાઈના `ક્ષિતિજ’ સામયિકમાં એ ગુરુવારોનાં જ્ઞાનતેજ પ્રસરતાં. એ `ક્ષિતિજ’ પાછળથી સુરેશભાઈને સોંપાયું જે વડે ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્ય સાથે જોડાયું અને એ અર્થમાં આપણા સાહિત્યનો ક્ષિતિજ-વિસ્તાર થયો. | ||
| Line 27: | Line 27: | ||
આજે નર્મદ આપણી વચ્ચે હોત તો આ ઉધાર-પાસું જોઈને એણે ‘મંડળી મળવાથી થતા ગેરલાભ’ નામનો એક બીજો નિબન્ધ જરૂર લખ્યો હોત. | આજે નર્મદ આપણી વચ્ચે હોત તો આ ઉધાર-પાસું જોઈને એણે ‘મંડળી મળવાથી થતા ગેરલાભ’ નામનો એક બીજો નિબન્ધ જરૂર લખ્યો હોત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કર્તા-પરિચય | |||
|next = રુચિની ઉદારતા | |||
}} | |||
edits