સૌરાષ્ટ્રની રસધાર-4/રતન ગિયું રોળ!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 254: Line 254:
[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા
[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા
તો —]
તો —]
{{Poem2Close}}
<poem>
<center>
'''વવારીએં વાળા, તળિયે ટાઢક જોય,'''
'''(પણ) કેળ્યું કોળે ના, પાણી વણની, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હે વાળા દરબાર, તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કાંઈ ટાઢું પાણીવાળું તળ જોઈને એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને, રોપવા માગે છે. પણ હે બાપ, મારો સ્નેહ તો કેળના રોપા સરીખો કોમળ છે. એને ઉપરથી પાણીના સિંચન વિના કોળાવી નહિ શકાય. એનો તો મરનાર એ ચારણીનું જ પ્રેમજળ પીવા જોઈએ.]
{{Poem2Close}}
<poem>
<center>
'''સૂતલ સખ કરે, કણકણતું કુંજાં જી,'''
'''માર્યું મધરાતે, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, કુંજ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંઈક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડાં લહેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લહેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ માર્યું.]
{{Poem2Close}}
<poem>
<center>
'''વાછરડું, વાળા, ભાંભરતું ભળાય,'''
'''(પણ) થર આતમ નો થાય, પરસ્યા વણનો, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણમાત્રથી જ શાંતિ નથી વળતી.]
{{Poem2Close}}
<poem>
<center>
'''ઊડી મન આંબર ચડે, ચકવાં જીં સદાય,'''
'''કફરી રાત કળાય. પો’ ન ફાટે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[સંધ્યાકાળથી જ વિખૂટા પડીને નદીના સામસામા કિનારા પર બેઠેલા ચક્રવાક પક્ષીનાં નર-માદા જેમ વારંવાર ઊડી ઊડીને ઝાડ પર ચડીને જોયા કરે કે સૂરજ ઊગ્યો છે? પ્હો ફાટી છે? એ રીતે મારું હૃદય-ચકવું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ-રાત્રીનો અંત છે ખરો? પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી.]
{{Poem2Close}}
<poem>
<center>
'''અમારા ઊડે ગિયા, અધ્ધર ઉચાળા,'''
'''(હવે) વીસમશું વાળા, પેલા ભવમાં, પોરહા!'''
'''તરસ્યાં જાય તળાવ, (ત્યાં તો) સરોવર સૂકે ગિયાં,'''
'''અગનિ કીં ઓલાય, પીધા વિણની, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, તરસ્યાં થઈને અમે તો સરોવર-તીરે આવ્યાં ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં સુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાળા શી રીતે ઓલવાય?]
{{Poem2Close}}
<poem>
<center>
'''દેયું દિયાડે, સાંચવતાં સોનાં જીં,'''
'''રોળાણી રાખોડે, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[દિવસોદિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતાં હતાં, તે આજ તારે પાદર રાખમાં રોળાઈ ગઈ. ઓ પોરસા વાળા! ]
{{Poem2Close}}
<poem>
<center>
'''સુઘડ હેતાળી સુંદરી, સુખની છાકમછોળ,'''
'''(હવે) ધોખા ને ધમરોળ, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોળો છલકતી. પણ હવે સ્ત્રી મરતાં તો, હે પોરસા વાળા, તારા પાદરમાં મારે જીવતરભરના ક્લેશ અને કષ્ટના ધમપછાડા જ રહ્યા.]
{{Poem2Close}}
<poem>
<center>
'''તરિયા ગઈ, તૃષણા રહી, હૈયું હાલકલોલ,'''
'''રતન ગિયું રોળ, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હવે તો હે પોરસા વાળા, જીવતરમાંથી જન્મસંગાથી સ્ત્રી ચાલી ગઈ. મનમાં સંસારસુખની વાંછના હતી તે અણપૂરી રહી ગઈ. અંત:કરણ આ ભવસાગરમાં તૂટેલ નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું, કેમ કે તારા પાદરમાં મારું અમુલખ રત્ન રોળાઈ ગયું. હવે બાકી શું રહ્યું?]
બધીયે શૂધબૂધ ગુમાવીને ચારણ આવા દુહાઓ લવવા લાગ્યો. તે દિવસથી પોરસા વાળાની ડેલીએથી ગાન, તાન અને ગુલતાન અટકી પડ્યાં છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો અને નદીના વેકરામાં ચારણીનાં પગલાં પડેલાં તે શોધતો શોધતો રોજ આવા છાતીફાટ દુહાઓ નવા નવા રચ્યે જાય છે, અને ચોધાર આંસુડે રોતો રોતો દુહા ગાયા કરે છે. દુહા સાંભળી સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્તભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી.
દરબાર પોરસા વાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એણે દાયરામાં પૂછપરછ કરી કે “બા, આમાં કોઈ આ ગઢવાનાં સગાંવહાલાંનો જાણકાર છે?”
“હા બાપુ, અમે સહુ ઓળખીએ છીએ.”
“બાઈનાં માવતર કિયે ગામ?”
“આ પડખેના નેસમાં.”
“એને બીજી એકેય દીકરી છે?”
“હા બાપુ, જુવાન દીકરી છે. સારું ઠેકાણું ગોતાય છે.”
“ત્યારે બોલાવો એ બાઈના બાપને.”
ચારણનો સસરો હાજર થયો. દરબારે વાત કાઢી કે “જો ભાઈ, ભાણેજનું ચિત્ત ખસી ગયું તેનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીતિ છે. ગાંડપણ વિજોગનું છે. હવે જો એ વિજોગમાંથી ફરી વાર સંજોગ બને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે. મને એક જુક્તિ સૂઝે છે.”
“બોલો, બાપુ! કહો એમ કરવા તૈયાર છું.”
“તો હવે બરોબર આષાઢ મહિને તારી નાનેરી દીકરીને આંહીં લઈને આવજે.”
“બહુ સારું.”
એમ આસો મહિનો ગયો. કારતક માગશરની ટાઢો ગઈ, ઉનાળો પણ ઊતર્યો, અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાની શેડ્યો ફૂટવા લાગી ને ઉપરવાસ વરસાદ મુશળધારે ત્રાટકવા લાગ્યો, તે ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો.
દરબાર બોલ્યા કે “ઓલી મરનાર બોનનાં જેવાં જ લૂગડાં આને પહેરાવો.” વસ્ત્રો પહેરાવ્યાં.
“હવે ઓલી તણાઈ ગઈ એવી જ ભેંસ ને હેઠ એક પાડી આપણા ખાડુંમાંથી દોરી લાવો. એને માથે ચારણની ભેંસ પર હતી તેવી ઘરવખરી લાદો. એ સહુને નદીના વેકરામાં ઊભા રાખો : જે જગ્યાએ પોર ઓલી ચારણી ઊભી’તી તે જગ્યાએ. અને હવે બાઈને કહી રાખો કે ચારણ દોડ્યો આવીને પૂછે ત્યારે પોતે જ એની પહેલી વારની પરણેતર છે એવા જ રંગઢંગ બતાવે.”
દરબારે કહ્યા મુજબની બધી તૈયારીઓ થઈ ગઈ. બરાબર એક વરસ પહેલાંનો દિવસ આવ્યો અને બપોરનું એ જ ટાણું થયું તે વખતે દરબારે યુક્તિ ગોઠવ્યા પ્રમાણે પાદરથી રીડિયા પડ્યા કે “દોડજો! ભાગજો! પાણી આવે છે!”
રીડિયા સાંભળતાંની વાર જ ચારણના કાન ચમક્યા. ‘મારી ચારણ્ય! મારી ચારણ્ય!’ બોલતો નદીકાંઠે દોટ કાઢીને પહોંચ્યો. જઈને જુએ તો કાંઠે નીકળીને લાલ ચૂંદડીવાળી ચારણી ઊભેલી દીઠી : એ જ ભેંસ : હેઠ એ જ પાડી : ને એ જ અણસારની નમણા મોંવાળી ચારણ્ય : ચૂંદડીના છેડા ફરકી રહ્યા છે : છટાથી ઘૂમટો ખેંચ્યો છે : લટો ઊડઊડ થાય છે : અને ભીનલાવરણું મોં મરક મરક હસે છે.
દોટ મેલીને ચારણીનું કાંડું પકડ્યું. અને એના મોં સામે નીરખી ગઢવો પૂછવા લાગ્યો : “ચારણ્ય! આંસે જ ઊભી છો ને?”
“ઊભી જ હોઉં ને, ચારણ! તું ગળાના સમ દઈને ગ્યો’તો ને!”
“ત્યારની ઊભી જ છો?”
“ત્યારની એટલે ક્યારની? હજી તો હમણેં જ તું ગામમાં ગ્યો’તો!”
ચારણની ઘેલછા ઊડવા લાગી. પોતે જાણે કસુંબાના કેફમાં કાંઈક ઝોકે આવી ગયો હોય, એવું હૈયે બેસવા લાગ્યું : મોં મલકાવીને ચારણીએ પૂછ્યું : “કેમ, ચારણ! કાંઈ નીંદર કરીને ઊઠ્યા છો?”
“હા માળું! આંખ મળી ગઈ હતી ને મને કાંઈક સોણું આવી ગયું લાગે છે.”
“શેનું સોણું?’
“અરે ભયંકર સોણું! જાણે તું તણાઈ ગઈ, ને હું વરસ-દીથી રોયા કરું છું!”
“કસુંબો કાંઈક વધુ લેવાઈ ગયો હશે!”
આંખો ચોળીને ચારણે દુનિયા ઉપર દૃષ્ટિ ફેરવી. ઉચાળા લઈને યુગલ ગામમાં ગયું. ગઢવીને દરબારે સારો જોઈને ઉતારો કાઢી દીધો.
પછીયે કોઈ કોઈ વાર ચારણ રાત્રિના ચાંદરડાંને અજવાળે ચારણીના મોં ઉપર મીટ માંડીને પૂછ્યા કરતો : “હેં ચા
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits