19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્રી વિનોદ ભટ્ટ|}} {{Poem2Open}} ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>'''આડત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center> | |||
<center>'''શ્રી વિનોદ ભટ્ટ'''</center> | |||
ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. વિનોદ ભટ્ટનો જન્મ ૧૪મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ દહેગામ તાલુકાના નાંદોલ ગામે થયો. ૧૯૫૫માં એસ.એસ.સી.; ૧૯૬૧માં બી.એ.; ૧૯૬૪માં એલએલ.બી. થયા. વીસેક વર્ષ સુધી વેચાણવેરામાં કામ કર્યું. થોડા સમય આવકવેરા વિભાગમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૯૭થી તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. હાલ તેઓ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે. | ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. વિનોદ ભટ્ટનો જન્મ ૧૪મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ દહેગામ તાલુકાના નાંદોલ ગામે થયો. ૧૯૫૫માં એસ.એસ.સી.; ૧૯૬૧માં બી.એ.; ૧૯૬૪માં એલએલ.બી. થયા. વીસેક વર્ષ સુધી વેચાણવેરામાં કામ કર્યું. થોડા સમય આવકવેરા વિભાગમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૯૭થી તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. હાલ તેઓ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે. | ||
વિનોદ ભટ્ટે વિવિધ વાચનસામગ્રી પીરસતાં પુસ્તકો આપ્યાં છે. સાહિત્યક્ષેત્રે તેમણે પ્રવેશ કર્યો, ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) પુસ્તકથી. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’ (૧૯૭૨)માં તેમની સર્જકપ્રતિભા પ્રગટ થાય છે. | વિનોદ ભટ્ટે વિવિધ વાચનસામગ્રી પીરસતાં પુસ્તકો આપ્યાં છે. સાહિત્યક્ષેત્રે તેમણે પ્રવેશ કર્યો, ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) પુસ્તકથી. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’ (૧૯૭૨)માં તેમની સર્જકપ્રતિભા પ્રગટ થાય છે. | ||
| Line 16: | Line 18: | ||
એમનાં પુસ્તકો ભારતીય ભાષામાં અનૂદિત થયાં છે. તેમાંના ૬ પુસ્તકો હિન્દીમાં અને ૨ પુસ્તકો સિંધી ભાષામાં અનુવાદ પામ્યાં છે. | એમનાં પુસ્તકો ભારતીય ભાષામાં અનૂદિત થયાં છે. તેમાંના ૬ પુસ્તકો હિન્દીમાં અને ૨ પુસ્તકો સિંધી ભાષામાં અનુવાદ પામ્યાં છે. | ||
૧૯૯૫માં જામનગરમાં આડત્રીસમું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. | ૧૯૯૫માં જામનગરમાં આડત્રીસમું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. | ||
વક્તવ્ય | '''વક્તવ્ય''' | ||
સાહિત્યપ્રિય સન્નારીઓ અને સજ્જનો, | સાહિત્યપ્રિય સન્નારીઓ અને સજ્જનો, | ||
૧૯૩૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રથમ વાર થયા ત્યારે કનૈયાલાલ મુનશીએ પ્રમુખસ્થાનેથી કહ્યું હતું : ‘આજે આ સ્થાન સ્વીકારતાં હું સંકોચ અનુભવું છું. આ તો સાક્ષરશ્રી ગોવર્ધનરામથી માંડી મહાત્મા ગાંધી સુધીના ગુજરાતી સાહિત્ય અને જીવનના ચક્રવર્તીઓનું સ્થાન છે, એટલે અહીં બેસતાં હું આજે અણઅનુભવ્યો ક્ષોભ અનુભવું છું.’ અને હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેએ પ્રમુખની ખુરસી પર બેસતાં વિસ્મયનો ભાવ પ્રગટ કર્યો હતો. પણ પ્રામાણિકપણે કહું તો આજે હું સંકોચ અને વિસ્મયને બદલે એક જ ભાવ અનુભવું છું ને તે પ્રસન્નતાનો. એનું કારણ એ છે કે સાહિત્ય પરિષદની એ પરંપરા રહી છે કે પ્રમુખ તરીકે બુઝર્ગ, જ્ઞાન-વૃદ્ધ, ઠરેલ, મેધાવી ને વિદ્વાન સાક્ષરની વરણી કરવી. આ પરંપરા મેં તોડી છે. | ૧૯૩૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રથમ વાર થયા ત્યારે કનૈયાલાલ મુનશીએ પ્રમુખસ્થાનેથી કહ્યું હતું : ‘આજે આ સ્થાન સ્વીકારતાં હું સંકોચ અનુભવું છું. આ તો સાક્ષરશ્રી ગોવર્ધનરામથી માંડી મહાત્મા ગાંધી સુધીના ગુજરાતી સાહિત્ય અને જીવનના ચક્રવર્તીઓનું સ્થાન છે, એટલે અહીં બેસતાં હું આજે અણઅનુભવ્યો ક્ષોભ અનુભવું છું.’ અને હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેએ પ્રમુખની ખુરસી પર બેસતાં વિસ્મયનો ભાવ પ્રગટ કર્યો હતો. પણ પ્રામાણિકપણે કહું તો આજે હું સંકોચ અને વિસ્મયને બદલે એક જ ભાવ અનુભવું છું ને તે પ્રસન્નતાનો. એનું કારણ એ છે કે સાહિત્ય પરિષદની એ પરંપરા રહી છે કે પ્રમુખ તરીકે બુઝર્ગ, જ્ઞાન-વૃદ્ધ, ઠરેલ, મેધાવી ને વિદ્વાન સાક્ષરની વરણી કરવી. આ પરંપરા મેં તોડી છે. | ||
| Line 127: | Line 129: | ||
હાસ્ય-વ્યંગના પ્રભેદો જેવા કે બ્લેક હ્યૂમર, નૉન્સેન્સ હ્યૂમર, પન અર્થાત્ શ્લેષ, જોક, ઇન્વેક્ટિવ, સાર્કેઝમ, સાર્ડોનિક, સીનિસિઝમ, લેમ્પૂન, વિટૂપરેશન, કૅરિકેચર, આયરની, પેરડી, હુડિબ્રાસ્ટ, ટ્રાવેસ્ટી, બર્લેસ્ક, મૉક-હિરોઇક, કૉમેડી, હૉર્સ-પ્લે વિશે પણ લંબાણપૂર્વક ચર્ચા કરી શકાય. પરંતુ તમારી ધીરજની કસોટી કરવા નથી ઇચ્છતો એટલે અહીં અટકું છું… આભાર સૌનો. | હાસ્ય-વ્યંગના પ્રભેદો જેવા કે બ્લેક હ્યૂમર, નૉન્સેન્સ હ્યૂમર, પન અર્થાત્ શ્લેષ, જોક, ઇન્વેક્ટિવ, સાર્કેઝમ, સાર્ડોનિક, સીનિસિઝમ, લેમ્પૂન, વિટૂપરેશન, કૅરિકેચર, આયરની, પેરડી, હુડિબ્રાસ્ટ, ટ્રાવેસ્ટી, બર્લેસ્ક, મૉક-હિરોઇક, કૉમેડી, હૉર્સ-પ્લે વિશે પણ લંબાણપૂર્વક ચર્ચા કરી શકાય. પરંતુ તમારી ધીરજની કસોટી કરવા નથી ઇચ્છતો એટલે અહીં અટકું છું… આભાર સૌનો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૭ | |||
|next = ૩૯ | |||
}} | |||
edits