19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦ શ્રી અનંતરાય મ. રાવળ|}} {{Poem2Open}} અનંતરાય રાવળનો જન્મ પહેલી જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અનંતરાય રાવળનો જન્મ પહેલી જાન્યુઆરી ૧૯૧૨ના રોજ અમરેલીમાં થયેલો. તેઓ બે વર્ષના હતા, ત્યારે તેમનાં માતાનું અવસાન થયેલું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૯૨૮માં મૅટ્રિક થયા. કૉલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કૉલેજમાં કર્યો. ૧૯૩૨માં બી.એ. થયા. સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. એમની સાહિત્યરુચિ ઘડવામાં પ્રો. રવિશંકર જોશીએ મહત્ત્વનો ફાળો આપ્યો. એમ.એ. થયા પછી મુંબઈના, ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયેલા. તેમણે ૨૫ વર્ષ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. એમ કહેવાય કે તેમણે ગુજરાતી અધ્યાપકો અને વિવેચકોની એક પેઢીને ઘડી. | <center>'''ત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center> | ||
<center>'''શ્રી અનંતરાય મ. રાવળ'''</center> | |||
* અનંતરાય રાવળનો જન્મ પહેલી જાન્યુઆરી ૧૯૧૨ના રોજ અમરેલીમાં થયેલો. તેઓ બે વર્ષના હતા, ત્યારે તેમનાં માતાનું અવસાન થયેલું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૯૨૮માં મૅટ્રિક થયા. કૉલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કૉલેજમાં કર્યો. ૧૯૩૨માં બી.એ. થયા. સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. એમની સાહિત્યરુચિ ઘડવામાં પ્રો. રવિશંકર જોશીએ મહત્ત્વનો ફાળો આપ્યો. એમ.એ. થયા પછી મુંબઈના, ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયેલા. તેમણે ૨૫ વર્ષ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. એમ કહેવાય કે તેમણે ગુજરાતી અધ્યાપકો અને વિવેચકોની એક પેઢીને ઘડી. | |||
અનંતરાય રાવળ બીજા ધોરણમાં હતા ત્યારે મૂળજીભાઈ કરીને એક શિક્ષકે ‘સરસ્વતીચંદ્ર’ની વાત કરેલી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’નું આકર્ષણ ત્યારથી થયેલું. ગોવર્ધનરામ અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો રહ્યા છે. તેમનો પહેલો લેખ કૉલેજના મૅગેઝિનમાં પ્રગટ થયેલો. એ લેખ ન્હાનાલાલ ઉપરનો હતો. તેમણે ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ અને ‘ઊર્મિ અને નવરચના’માં ઘણા લેખો લખ્યા છે. રાવળસાહેબ વિવેચનને ‘ધરમનો કાંટો’ કહે છે. | અનંતરાય રાવળ બીજા ધોરણમાં હતા ત્યારે મૂળજીભાઈ કરીને એક શિક્ષકે ‘સરસ્વતીચંદ્ર’ની વાત કરેલી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’નું આકર્ષણ ત્યારથી થયેલું. ગોવર્ધનરામ અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો રહ્યા છે. તેમનો પહેલો લેખ કૉલેજના મૅગેઝિનમાં પ્રગટ થયેલો. એ લેખ ન્હાનાલાલ ઉપરનો હતો. તેમણે ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ અને ‘ઊર્મિ અને નવરચના’માં ઘણા લેખો લખ્યા છે. રાવળસાહેબ વિવેચનને ‘ધરમનો કાંટો’ કહે છે. | ||
રાવળસાહેબે અનુવાદ, સંપાદન અને વિવેચનનાં પુસ્તકો આપ્યાં છે. ‘સાહિત્યવિહાર’ (૧૯૪૬), ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્ય વિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙ્મય’ (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪), ‘અનુદર્શન’ (૧૯૮૮) તેમના વિવેચનસંગ્રહો છે. | રાવળસાહેબે અનુવાદ, સંપાદન અને વિવેચનનાં પુસ્તકો આપ્યાં છે. ‘સાહિત્યવિહાર’ (૧૯૪૬), ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્ય વિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙ્મય’ (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪), ‘અનુદર્શન’ (૧૯૮૮) તેમના વિવેચનસંગ્રહો છે. | ||
| Line 11: | Line 14: | ||
૧૯૫૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. રાવળસાહેબે ગુજરાત કૉલોજ ઉપરાંત ૧૯૫૯-૬૦ દરમિયાન જામનગરની ડી.કે.વી. કૉલેજમાં આચાર્યપદ, દસ વર્ષ સુધી ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની કામગીરી કરી અને ૧૯૭૦માં ભાષાનિયામકના પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એક વર્ષ એ ભવનના નિયામક પણ રહેલા. રાવળસાહેબે સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ સમિતિ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા વગેરે સંસ્થાઓમાં તેમણે સેવાઓ આપી હતી. | ૧૯૫૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. રાવળસાહેબે ગુજરાત કૉલોજ ઉપરાંત ૧૯૫૯-૬૦ દરમિયાન જામનગરની ડી.કે.વી. કૉલેજમાં આચાર્યપદ, દસ વર્ષ સુધી ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની કામગીરી કરી અને ૧૯૭૦માં ભાષાનિયામકના પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એક વર્ષ એ ભવનના નિયામક પણ રહેલા. રાવળસાહેબે સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ સમિતિ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા વગેરે સંસ્થાઓમાં તેમણે સેવાઓ આપી હતી. | ||
૧૯૭૯માં વડોદરામાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. તેમનું અવસાન ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ અમદાવાદમાં થયેલું. | ૧૯૭૯માં વડોદરામાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. તેમનું અવસાન ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ અમદાવાદમાં થયેલું. | ||
વક્તવ્ય | '''વક્તવ્ય''' | ||
સર્જકો, વિવેચકો અને ભાવકો તરીકે વાગીશ્વરીના ઉપાસક સહધર્મીઓ. | સર્જકો, વિવેચકો અને ભાવકો તરીકે વાગીશ્વરીના ઉપાસક સહધર્મીઓ. | ||
आदिक्षान्ता, अक्षयमूर्त्या, विलसन्ती, शब्दब्रह्मानंदमयी અને तडिदाभा કહી આદિ શંકરાચાર્યે જેની સ્તુતિ કરી છે તે પરમ શક્તિના વાગીશ્વરી-સ્વરૂપનું સ્મરણવંદન કરી, જે પ્રથમ શબ્દો મારે ઉચ્ચારવાના થાય છે તે આભારની લાગણીના છે. ગોવર્ધનરામ કેશવલાલ ધ્રુવ, નરસિંહરાવ, આનંદશંકર, રમણભાઈ, ગાંધીજી, મુનશી આદિએ શોભાવેલા આ સ્થાને ઊભતાં અંતરમાં થતો ક્ષોભ-સંકોચ હું જ જાણું છું. એ માટેની મારી લાયકાત શી? સિવાય સાડાચાર દાયકાનું સાહિત્યવાચન, એનું સાડાત્રણ દાયકાનું અધ્યાપન અને એને નિમિત્તે જે થોડુંઘણું લખી શકાયું તે? એ જે લખાયું-છપાયું છે તેય વિવેચન, સંપાદન, ચયન અને સાહિત્યના ઇતિહાસલેખનનું, સર્જક અને સર્જનના આ કાળમાં કેટલાકને કહેવું ગમશે એવું પરોપજીવી પ્રકારનું. સર્જનાત્મક તો સમ ખાવા પૂરતું એક કાવ્ય, ત્રણ વાર્તાઓ અને સાતઆઠ હળવા નિબંધો સિવાય કંઈ નહિ. અભિલાષા હતી તો એ એક જ, નરસિંહરાવ જેવા દુરારાધ્ય મનાયેલા પરીક્ષકને હાથે એમ.એ. પરીક્ષામાં મળેલા જશને તથા તેના જ ફળ રૂપે મળેલા ગુજરાત કૉલેજમાંના કેશવલાલ ધ્રુપના આસનને પાત્ર ઠરવાની અને બન્યા રહેવાની. અનુષંગે થઈ શકેલ લેખન-પ્રકાશન પાછળની વૃત્તિ કે ભાવના હતી ગુજરાતના સાહિત્યમંદિરની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતીનું ગંધાક્ષતાદિ ઉપચારથી પૂજન કરવા ઇચ્છતા ભક્ત કે પૂજારીની. એવા માણસનું થોડું કર્યું ઘણું માની તેનું જ એક નામ સૂચવાયાના અકસ્માતે અને તેને માન આપતા પરિષદના બંધારણે આપની વચ્ચેથી ઊંચકી મને અહીં આપ સૌની સામે ઉપસ્થિત કર્યો છે. ‘મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે’ એ પ્રેમાનંદના સુદામાના આભાર-ગદ્ગદ શબ્દોમાં જ મારો હૃદયભાવ મારે એ માટે અત્યારે વ્યક્ત કરવાનો રહે છે. | आदिक्षान्ता, अक्षयमूर्त्या, विलसन्ती, शब्दब्रह्मानंदमयी અને तडिदाभा કહી આદિ શંકરાચાર્યે જેની સ્તુતિ કરી છે તે પરમ શક્તિના વાગીશ્વરી-સ્વરૂપનું સ્મરણવંદન કરી, જે પ્રથમ શબ્દો મારે ઉચ્ચારવાના થાય છે તે આભારની લાગણીના છે. ગોવર્ધનરામ કેશવલાલ ધ્રુવ, નરસિંહરાવ, આનંદશંકર, રમણભાઈ, ગાંધીજી, મુનશી આદિએ શોભાવેલા આ સ્થાને ઊભતાં અંતરમાં થતો ક્ષોભ-સંકોચ હું જ જાણું છું. એ માટેની મારી લાયકાત શી? સિવાય સાડાચાર દાયકાનું સાહિત્યવાચન, એનું સાડાત્રણ દાયકાનું અધ્યાપન અને એને નિમિત્તે જે થોડુંઘણું લખી શકાયું તે? એ જે લખાયું-છપાયું છે તેય વિવેચન, સંપાદન, ચયન અને સાહિત્યના ઇતિહાસલેખનનું, સર્જક અને સર્જનના આ કાળમાં કેટલાકને કહેવું ગમશે એવું પરોપજીવી પ્રકારનું. સર્જનાત્મક તો સમ ખાવા પૂરતું એક કાવ્ય, ત્રણ વાર્તાઓ અને સાતઆઠ હળવા નિબંધો સિવાય કંઈ નહિ. અભિલાષા હતી તો એ એક જ, નરસિંહરાવ જેવા દુરારાધ્ય મનાયેલા પરીક્ષકને હાથે એમ.એ. પરીક્ષામાં મળેલા જશને તથા તેના જ ફળ રૂપે મળેલા ગુજરાત કૉલેજમાંના કેશવલાલ ધ્રુપના આસનને પાત્ર ઠરવાની અને બન્યા રહેવાની. અનુષંગે થઈ શકેલ લેખન-પ્રકાશન પાછળની વૃત્તિ કે ભાવના હતી ગુજરાતના સાહિત્યમંદિરની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતીનું ગંધાક્ષતાદિ ઉપચારથી પૂજન કરવા ઇચ્છતા ભક્ત કે પૂજારીની. એવા માણસનું થોડું કર્યું ઘણું માની તેનું જ એક નામ સૂચવાયાના અકસ્માતે અને તેને માન આપતા પરિષદના બંધારણે આપની વચ્ચેથી ઊંચકી મને અહીં આપ સૌની સામે ઉપસ્થિત કર્યો છે. ‘મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે’ એ પ્રેમાનંદના સુદામાના આભાર-ગદ્ગદ શબ્દોમાં જ મારો હૃદયભાવ મારે એ માટે અત્યારે વ્યક્ત કરવાનો રહે છે. | ||
| Line 59: | Line 62: | ||
પડકારરૂપ તો સાહિત્યકારો માટે આજની મારાં ચશ્માંમાથી મને દેખાતી સાંસ્કૃતિક અને નૈતિક કે ચારિત્ર્યની કટોકટી કે અંધેર પણ છે. મેથ્યુ આર્નોલ્ડે ‘Cultural and Anarchy’માં ગયા શતકમાં વર્ણવી છે, એથી ક્યાંયે ચડી જાય એવી પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. પાછળનાં પુરાણોએ ને મધ્યકાળના ગુજરાતી કવિઓએ વર્ણવેલાં કવિલક્ષણોને સારાં કહેવરાવે એવી પૈસા પાછળની દોટ, એકલપેટું સુખાળવાપણું, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એમ વિનોબા જેવા સંત પાસેથી ઉદ્ગાર કઢાવે એવી પરિસ્થિતિ, મૂલ્યહ્રાસ, ગંભીર ને શિષ્ટ સાહિત્ય પ્રત્યે અરુચિ, હળવાં છાપાંશાઈ સામયિકોનાં વાચનનો વધારો, ભજવાતાં નાટકોનાં શીર્ષકો, દ્વિઅર્થી સંવાદો ને તેને અનુવર્તતા અભિનયમાં કોઈને, અરે જેમનું એમાં હીણું આલેખન થતું હોય છે તે સ્ત્રીઓને પણ અજુગતું ન લાગતાં તે જોવા જવા માટે થતી પડાપડી, રાજકારણમાં સ્વાર્થ, પ્રપંચ, દંભ, જૂઠ, સત્તાલોભ, વાચિક હિંસા વગેરે દૂષણોનો થતો નિહાળાય છે તેવો વધારો, બુદ્ધિજીવી, વર્ગનુંય અર્થદાસત્વ : યાદી તો બહુ લાંબી થાય તેમ છે. સાહિત્ય જ એક એવી શક્તિ છે જે લોકોનાં હૈયાંને ઢંઢોળી ચાલુ અનર્થ કે અનિષ્ટનું ભાન કરાવી તેમને સાચે માર્ગે વાળી શકે. કલમનું શસ્ત્ર એ રીતે અનર્થનિવારણનું એક કાતિલ શસ્ત્ર છે. ગોવર્ધનરામ આપણને શીખવી ગયા છે કે ધર્મનું સનાતન સ્વરૂપ હર જમાનામાં ચાલુ કે અક્ષત રહે છે, પણ દેશકાળની પ્રાપ્ત પરિસ્થિતિ કેટલોક વિશેષ ધર્મ ઊભો કરે છે. આપણા સાહિત્યકારો પણ સૌંદર્યની સાધના ને તેના ગાનનો પોતાનો સનાતન ધર્મ થોડો વખત કોરે મૂકી, પોતાની આંતરખોજ અને માનવનિયતિની ફિકરમાંથી બહાર આવી, પોતાને નજીકથી ચોમેરથી ઘેરી વળેલી અને નજરે પ્રતિક્ષણ અથડાતી આ અભદ્ર પરિસ્થિતિને વિદારવા વ્યંગ (Irony)ને કટાક્ષ (Satire)ના તેમના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે, એ એમને પ્રાપ્ત થતો આજના દેશ-કાળે જરૂરી બનાવેલો એમને માટેનો વિશેષ ધર્મ નહિ? | પડકારરૂપ તો સાહિત્યકારો માટે આજની મારાં ચશ્માંમાથી મને દેખાતી સાંસ્કૃતિક અને નૈતિક કે ચારિત્ર્યની કટોકટી કે અંધેર પણ છે. મેથ્યુ આર્નોલ્ડે ‘Cultural and Anarchy’માં ગયા શતકમાં વર્ણવી છે, એથી ક્યાંયે ચડી જાય એવી પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. પાછળનાં પુરાણોએ ને મધ્યકાળના ગુજરાતી કવિઓએ વર્ણવેલાં કવિલક્ષણોને સારાં કહેવરાવે એવી પૈસા પાછળની દોટ, એકલપેટું સુખાળવાપણું, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એમ વિનોબા જેવા સંત પાસેથી ઉદ્ગાર કઢાવે એવી પરિસ્થિતિ, મૂલ્યહ્રાસ, ગંભીર ને શિષ્ટ સાહિત્ય પ્રત્યે અરુચિ, હળવાં છાપાંશાઈ સામયિકોનાં વાચનનો વધારો, ભજવાતાં નાટકોનાં શીર્ષકો, દ્વિઅર્થી સંવાદો ને તેને અનુવર્તતા અભિનયમાં કોઈને, અરે જેમનું એમાં હીણું આલેખન થતું હોય છે તે સ્ત્રીઓને પણ અજુગતું ન લાગતાં તે જોવા જવા માટે થતી પડાપડી, રાજકારણમાં સ્વાર્થ, પ્રપંચ, દંભ, જૂઠ, સત્તાલોભ, વાચિક હિંસા વગેરે દૂષણોનો થતો નિહાળાય છે તેવો વધારો, બુદ્ધિજીવી, વર્ગનુંય અર્થદાસત્વ : યાદી તો બહુ લાંબી થાય તેમ છે. સાહિત્ય જ એક એવી શક્તિ છે જે લોકોનાં હૈયાંને ઢંઢોળી ચાલુ અનર્થ કે અનિષ્ટનું ભાન કરાવી તેમને સાચે માર્ગે વાળી શકે. કલમનું શસ્ત્ર એ રીતે અનર્થનિવારણનું એક કાતિલ શસ્ત્ર છે. ગોવર્ધનરામ આપણને શીખવી ગયા છે કે ધર્મનું સનાતન સ્વરૂપ હર જમાનામાં ચાલુ કે અક્ષત રહે છે, પણ દેશકાળની પ્રાપ્ત પરિસ્થિતિ કેટલોક વિશેષ ધર્મ ઊભો કરે છે. આપણા સાહિત્યકારો પણ સૌંદર્યની સાધના ને તેના ગાનનો પોતાનો સનાતન ધર્મ થોડો વખત કોરે મૂકી, પોતાની આંતરખોજ અને માનવનિયતિની ફિકરમાંથી બહાર આવી, પોતાને નજીકથી ચોમેરથી ઘેરી વળેલી અને નજરે પ્રતિક્ષણ અથડાતી આ અભદ્ર પરિસ્થિતિને વિદારવા વ્યંગ (Irony)ને કટાક્ષ (Satire)ના તેમના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે, એ એમને પ્રાપ્ત થતો આજના દેશ-કાળે જરૂરી બનાવેલો એમને માટેનો વિશેષ ધર્મ નહિ? | ||
આટલા પ્રસ્તુત પ્રગટ ચિંતન પછી, સમુદાય રૂપે આપણે મળ્યા જ છીએ ત્યારે, વૈદિક ઋષિઓના નીચેના પ્રાર્થના-શબ્દોથી આપણી સર્વ પ્રવૃત્તિઓની પ્રેરક અને નિયામક પરમ શક્તિ પાસેથી સત્ય અને પ્રકાશ યાચીએ, એ જ સમુચિત થશે : | આટલા પ્રસ્તુત પ્રગટ ચિંતન પછી, સમુદાય રૂપે આપણે મળ્યા જ છીએ ત્યારે, વૈદિક ઋષિઓના નીચેના પ્રાર્થના-શબ્દોથી આપણી સર્વ પ્રવૃત્તિઓની પ્રેરક અને નિયામક પરમ શક્તિ પાસેથી સત્ય અને પ્રકાશ યાચીએ, એ જ સમુચિત થશે : | ||
૧. | ૧.{{space}} विश्वानि देव सवितर् दुरितानि परासुव । | ||
{{space}} यद्भद्रं तन्न आसुव ।। | |||
૨. | ૨.{{space}} हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । | ||
{{space}} तत्त्वं पूषनपावृणु सत्यधर्माय दृष्टये ।। | |||
૩. | ૩.{{space}} असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय । | ||
{{space}} मृत्योर्मा अमृतं गमय । | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૮ | |||
|next = ૩૧ | |||
}} | |||
edits