પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૪|}}
{{Heading|૧૪ કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>ચૌદમું અધિવશેન – અંધેરી, મુંબઈ</center>
<center>'''ચૌદમું અધિવશેન – અંધેરી, મુંબઈ'''</center>
'''સાહિત્યરસિક સન્નારીઓ અને સદ્‌ગૃહસ્થો,'''

ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના આ ચૌદમા અધિવેશનના પ્રમુખપદનું જે માન આપ સૌએ આજે મને આપ્યું છે, તે માટે હું આમનો આભાર માનું છું. મારી પૂર્વે એ જ સ્થાનને ગુજરાતના જે ધુરંધર સાક્ષરો ને કવિઓ પોતાની વિદ્વત્તાથી અને કાર્યસાધકતાથી શોભાવી ગયા છે, તેમના મુકાબલામાં મારા જેવી અલ્પ વ્યક્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે ક્ષોભ પામું છું, પણ સાચા સેવકને તો પદ કે મહત્તાના વિચાર કરતાં સેવાધર્મ વહાલો લાગે છે, તો જેણે પોતાની શક્તિ-ભક્તિ અનુસાર ગુર્જરીની સેવા કરી જાણી છે, તેની પાસે જ્યારે ગુર્જરીના પ્રતિનિધિ રૂપે આપ સૌએ સેવા માગી છે ત્યારે તે શુદ્ધ ભાવે અને પ્રામાણિકપણે આપીને કૃતાર્થ થવું એ જ ધર્મ છે, એમ માનીને મારી અશક્ત સ્થિતિમાં પણ હું આપની આજ્ઞા મારે માથે ચઢાવું છું.

'''સાહિત્યમાં કોમનો કે જાતિનો અભેદ'''
'''સાહિત્યમાં કોમનો કે જાતિનો અભેદ'''
શુદ્ધ સાહિત્ય તો નાતજાતના કોઈ પણ ભેદથી અલિપ્ત છે અને અલિપ્ત જ હોવું જ જોઈએ. ધર્મવાદ, રાજકારણ વગેરેમાં ભેદ હોઈ શકે, પણ સાહિત્યમાં એટલે એક જ ભાષાના સાહિત્યમાં તો શું પણ દુનિયાની તમામ ભાષાઓનાં સાહિત્યોમાં તો નાતજાતનો કે કોઈ પણ જાતનો ભેદ પૂર્વકાળમાં ગણવામાં આવ્યો નથી કે હાલમાં પણ તે ગણાતો નથી, કારણ કે સાહિત્ય એ માનવમાત્રની સંસ્કૃતિનું, તેની પ્રવૃત્તિનું ને પ્રગતિનું, તેની આશાઓનું અને તેના ધ્યેયોનું દર્શન છે. એટલે જ આ સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ ગુજરાતમાં પહેલી જ વેળા એક પારસીબંધુને વરાયું છે, એ તો અકસ્માત છે. હું જાણું છું કે આપે આજે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, અને મને જે માન આપ્યું છે તે હું પારસી છું તેથી નહિ, પણ ગુજરાતી સાહિત્યનો હું એક નમ્ર સેવક છું તેથી જ આપના સ્નેહનું પાત્ર થયો છું. ગુજરાતી સાહિયત્યની સેવા કરવાનું મને ભાન થયું ત્યારથી જ હું શ્રી શંકરાચાર્યના હસ્તામલક સ્ત્રોત્રમાં કહ્યું છે તેમ, દેહ રૂપે જગત મને ગમે તે રૂપમાં જુએ, પણ આત્માનો તો હું “નિજબોધરૂપ” જ મને માનું છું. સાહિત્યના વિષયમાં સાહિત્યની સેવા એ જ સાહિત્યકારનો પરવાનો હોવો જોઈએ. એમાં પુરુષ કે સ્ત્રી, હિંદુ કે મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી, કાળા કે પીળા પૌરસ્ત્ય કે પાશ્ચાત્ય, એવા ભેદ ગણનાપાત્ર હોય જ નહિ.
શુદ્ધ સાહિત્ય તો નાતજાતના કોઈ પણ ભેદથી અલિપ્ત છે અને અલિપ્ત જ હોવું જ જોઈએ. ધર્મવાદ, રાજકારણ વગેરેમાં ભેદ હોઈ શકે, પણ સાહિત્યમાં એટલે એક જ ભાષાના સાહિત્યમાં તો શું પણ દુનિયાની તમામ ભાષાઓનાં સાહિત્યોમાં તો નાતજાતનો કે કોઈ પણ જાતનો ભેદ પૂર્વકાળમાં ગણવામાં આવ્યો નથી કે હાલમાં પણ તે ગણાતો નથી, કારણ કે સાહિત્ય એ માનવમાત્રની સંસ્કૃતિનું, તેની પ્રવૃત્તિનું ને પ્રગતિનું, તેની આશાઓનું અને તેના ધ્યેયોનું દર્શન છે. એટલે જ આ સાહિત્ય સંમેલનનું પ્રમુખપદ ગુજરાતમાં પહેલી જ વેળા એક પારસીબંધુને વરાયું છે, એ તો અકસ્માત છે. હું જાણું છું કે આપે આજે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, અને મને જે માન આપ્યું છે તે હું પારસી છું તેથી નહિ, પણ ગુજરાતી સાહિત્યનો હું એક નમ્ર સેવક છું તેથી જ આપના સ્નેહનું પાત્ર થયો છું. ગુજરાતી સાહિયત્યની સેવા કરવાનું મને ભાન થયું ત્યારથી જ હું શ્રી શંકરાચાર્યના હસ્તામલક સ્ત્રોત્રમાં કહ્યું છે તેમ, દેહ રૂપે જગત મને ગમે તે રૂપમાં જુએ, પણ આત્માનો તો હું “ નિજબોધરૂપ” જ મને માનું છું. સાહિત્યના વિષયમાં સાહિત્યની સેવા એ જ સાહિત્યકારનો પરવાનો હોવો જોઈએ. એમાં પુરુષ કે સ્ત્રી, હિંદુ કે મુસ્લિમ, ખ્રિસ્તી કે પારસી, કાળા કે પીળા પૌરસ્ત્ય કે પાશ્ચાત્ય, એવા ભેદ ગણનાપાત્ર હોય જ નહિ.
અને આજ આપ મને આપની સામ બેસાડો છો તે સંબંધમાં આપણી જૂની કથાનું મને સ્મરણ થાય છે. આપણા ભરતખંડની મધ્યમાં કાટિમેખલા જેવી વિંધ્યાચળા પર્વતની માળા લંબાઈને પડી છે. એના સંબંધમાં એક પુરાણી કથા છે કે વિંધ્યાચળ પર્વત ઊંચો અને ઊંચો વધતો ગયો, એટલો ઊંચો કે સ્વર્ગના દેવોને ભય પેદા થયો. દેવોએ અગસ્ત્ય ઋષિને પ્રેરણા આપી કે તેણે આર્યસંસ્કૃતિનો વિશેષ ફેલાવો કરવા દક્ષિણ દ્રાવિડ દેશમાં જવું, અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જવા નીકળ્યા, પણ વચ્ચે ઉન્નત વિંધ્યાચળ પર્વત ઊભેલો તેમને મળ્યો કે તેમને દક્ષિણ તરફ જવા કશો માર્ગ દેખાયો નહીં. એટલે ઋષિજીએ વિંધ્યાચળ પર્વતને એક રીતે રીઝવીને તેની પાસે માગણી કરી કે તેમને ધર્મકાર્યમાં પર્વતે સહાય કરવી, અને તે એ કે વિંધ્યાચળ પર્વતે પૃથ્વી પર સૂઈ જવું અને ઋષિજીને દક્ષિણ જવા માર્ગ આપવો, એટલું જ નહીં, પણ ઋષિજીને દક્ષિણમાં ધર્મકાર્ય કરીને પાછા સ્વદેશ ઉત્તર તરફ જઈને આવે ત્યાં સુધી સૂઈ જ રહેવું. ઋષિજીનો મનોમન સફળ થયો ને વિંધ્યાચળ પર્વત જે ખૂબ ઊંચો બનીને ઊભો હતો તે ધીરે ધીરે વળીને આડો પડીને પૃથ્વી પર લંબાઈને પડ્યો; બસ, પડ્યો તે પડ્યો, અગસ્ત્ય ઋષિ તો દક્ષિણમાં ગયા તે ગયા; ને ફરી સ્વદેશ જવા આવી શકયા નહીં. એટલે વિંધ્યાચળ પોતાના વચનને સાચો રહીને આજે સુધી સઈ જ રહેલો છે, આપણી કહેવતમાં ‘અગસ્ત્ય મુનિના વાયદા’ કહેવાય છે, એટલે એ વાયદા પળાતા જ નથી.

એ જ પ્રમાણે મને પણ કોઈ સ્વસ્થમુનિ વર્ષોથી વાયદો આપીને, પથારીવશ કરીને ચાલ્યા ગયા છે, ને તેમના પાછા આવવાની હું રાહ જોઈ રહ્યો હતો કે તે આવે તો હું ઊઠું. પણ આપ સૌ મારા ગુજરાતી બંધુઓએ ને બહેનોએ તો ચમત્કાર કરી બતાવ્યો છે. અને આ પથારીવશ માંદા માણસને આજે અડધો ઉઠાડીને આપની સામે બેસાડ્યો છે, અને મારા સ્વસ્થમુનિના મંત્રનો ભંગ કીધો છેઃ આપના સ્નેહ માટે હું જેમ આભારી છું, તેમ આ આપની સામે ઊભા રહેવાને બદલે બેસીને ભાષણ મને આપવું પડે છે તે માટે હું માફી ચાહું છું. આપે અગસ્ત્યનો વાયદો થોડો તોડ્યો છે તો ખરો; એની સજા મારો મુનિ મને ભોગવાવશે તે હું મારી સાહિત્યસેવાના આનંદમાં સહી લઈશ.

Line 117: Line 117:
લલિતકલાના શાસ્ત્રીય ગ્રંથો
લલિતકલાના શાસ્ત્રીય ગ્રંથો
નાટ્યકલા, અભિનયકલા, ચિત્રકલા આદિ વિષયો પર કરાંચીના વિદ્વાન પારસી લેખક શ્રી ફિરોઝશાહ રુસ્તમજી મહેતાએ ઊંડા અભ્યાસથી સ્વતંત્ર પુસ્તકો લખ્યાં છે, તેમ જ માસિકોમાં લેખો લખ્યા છે, તેની નોંધ લેતાં મને આનંદ થાય છે. હું જાણું છું કે શ્રી ફિરોજશાહ મહેતાએ જીવનભર આ વિષયોનો ઘણો ઊંડો અભ્યાસ કરેલો છે. તેમની ભાષા પણ ગુજરાતી વિદ્વાનને છાજે તેવી શુદ્ધ ને પ્રૌઢ છે. પોતાના વિષયને એમણે ઊંડાણથી છણેલો છે અને ઝીણામાં ઝીણી વિગતો આપીને તે સમજાવેલો છે. એવા અનેક ગ્રંથો આપણને જોઈએ છે. એવા શાસ્ત્રીય ગ્રંથોના લેખકોની સામાન્ય વાચકવર્ગમાં કદર થઈ શકતી નથી, પણ તેમને આપણી ધનવાન સાહિત્યસંસ્થાઓએ ઉત્તેજન અને આર્થિક સહાય આપવાં જોઈએ. માત્ર પોતાને વિનંતી કરે કે પોતાના અધિકારીઓની લાગવગ મેળવી શકે તેવા જ લેખકો પાસેથી નહીં, પણ જે લેખકો શ્રી ફિરોઝશાહ જેવા અભ્યાસથી શાસ્ત્રીય ગ્રંથો લખવાની શક્તિ ધરાવતા હોય તેવાઓને શોધીને, આમંત્રણ આપીને એ કાર્ય આપણી સાહિત્યસભાઓએ ને સોસાયટીઓએ આગળ ધપાવવું જોઈએ. બધી કલાઓનો ઉત્કર્ષ તેના શાસ્ત્રીય સંશોધનથી ને નિરૂપણથી થાય છે, અને એ કામ પણ સાહિત્યને જ લગતું છે.

બાળસાહિત્ય
'''બાળસાહિત્ય'''
આપણા બાળસાહિત્યનો વિકાસ પણ સારી રીતે થતો જાય છે. બાળકો માટે અનેક ગ્રંથાવલિઓ પ્રગટ થતી જાય છે. વાર્તા, કવિતા, વિનોદ, પાઠ, સંગીત, ચિત્ર એમ બધું સાહિત્ય બાળકોને માટે કેટલીક સંસ્થાઓ તૈયાર કરે છે. દક્ષિણામૂર્તિ બાળસાહિત્યમાળા તો આપણા સદ્‌ગત બાળસિક્ષણાસ્ત્રી ગિજુભાઈ બધેકાને હાથે જ લખાયેલી છે. એટલે તે જ ઉત્તમ નમૂનારૂપ છે. બાળકોની એ વિરલ શિક્ષણમાતાની તો હવે સદાની ખોટ પડી છે. પણ એમણે બાળશિક્ષણ માટે જે આદર્શ બતાવીને રાહ પડી આપ્યો છે, તે માર્ગે આપણા નવા બાળશિક્ષણશાસ્ત્રીઓ જશે તો ઉપકારક જ થશે. બાળકોને માટે નવાં નવાં માસિકો પણ નીકળ્યાં છે. એ સર્વ પ્રવૃત્તિ કેવળ આર્થિક નહીં પણ બાલોચિત સંસ્કારવર્ધક રહે અને બાલમાનસના ખરા અભ્યાસી બનીને લેખકો લખે તો તે આપણી ભાવિ પ્રજાને તેની વૃદ્ધિમાં ને પ્રગતિમાં ઘણી ઉપયોગી થઈ પડે.

ગ્રામોદ્ધારનું સાહિત્ય
'''ગ્રામોદ્ધારનું સાહિત્ય'''
ગુજરાતી સાહિત્યની મુખ્ય દિશાઓ આપણે જોઈ આવ્યા. તેમાં આપણે આજુબાજુ તેમ જ ઊંચે આકાશ તરફ પણ જોયું પણ એ નવ દિશા પછી દસમી દિશા નીચેની પૃથ્વી ભણીની છે, તે જોવાની પણ આપણી ફરજ છે. આપણને આપણા મુખ્ય દેશનેતા માત્ર ઉપર આકાશે જ જોયા કરવાની ટેવમાંથી છૂટી આપણા પગ આગળની પૃથ્વીને પણ જોવાની અગત્ય બતાવે છે. વિદ્યા, કેળવણી, સંસ્કાર, આદિનાં સાધનો આપણાં નાનાંમોટાં નગરોમાં પ્રમાણમાં સુલભ રીતે મળી શકે છે, પણ આપણાં ગામડાંઓ જે આપણા નગરસિંધુઓની નદીઓ છે, તેના સાહિત્યસંસ્કાર જગાડવાની, નિભાવવાની ને વધારવાની આપણી ફરજ છે. સાહિત્યનો પ્રચાર સમાજના નીચલા થરમાં જેમ જેમ થતો જશે તેમ તેમ સાહિત્યના વિકાસમાં પણ પૂર આવતું જશે. ગ્રામસુધારણા માટે આપણાં ગામડાંઓના અનુભવી લેખકોએ પોતાની કલમ ચલાવવી જોઈએ. સાદી, સરળ ને રસભરી શૈલીમાં લખાય તો તે સાહિત્ય સૌનું આકર્ષણ કરે અને સૌને ઉપયોગી પણ થાય. એ વિષયમાં શ્રી ગાંધીજીની ‘ગામડાંની વહારે’ પુસ્તિકા સારો અંગુલિનિર્દેશ કરે છે. ગામડાંની પ્રજા તો આપણા સમાજશરીરનો કાંઠો છે. એન પોતાનાં ભાવ, અભિલાષ, ઉલ્લાસ, ભાવના આપણા જેવાં જ છે. એમના ગૃહસંસારની, ખેતીની, ઉદ્યોગની વગેરે અનેક વાતોમાં આપણા સાહિત્યકારોએ રસ લેવો જોઈએ, અને તેમના અટપટા પ્રશ્નોનું નિરાકરણ આજની વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે કરવું જોઈએ. થોડાં થોડાં પુસ્તકો એ વિષય પર હવે લખાવા લાગ્યાં છે, કે અંગ્રેજી ગ્રંથોમાંથી એવા વિષયોના અનુવાદ થવા લાગ્યા છે, એ સૌ સારાં ચિહ્ન છે. એ સાહિત્ય પણ હવે જરા વધારે ધગશથી આપણા ગ્રામપ્રિય લેખકોએ ખીલવવું જોઈએ. આપણે આપણો જમણો હાથ આપણાથી જ્ઞાનમાં આગળ વધેલાઓના ખભા પર મૂકીને તેમની સાથે ઉપર ચઢવા ઇચ્છીએ, તેમ આપણો ડાબો હાથ આપણી પાછળ આવતા ને આપણી નીચે રહી જતા બંધુઓની આંગળી પકડવા પણ ધર્મઇચ્છાથી કામમાં લેવો જોઈએ.

બિનહિંદુ કોમોનું ગુજરાતી સાહિત્ય
બિનહિંદુ કોમોનું ગુજરાતી સાહિત્ય
19,010

edits