કાવ્યાસ્વાદ/૪૬: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬|}} {{Poem2Open}} પોલિશ ક્વયિત્રી આન્કા કોવાલ્સ્કા એની એક કવિતામ...") |
(No difference)
|
Revision as of 05:14, 11 February 2022
પોલિશ ક્વયિત્રી આન્કા કોવાલ્સ્કા એની એક કવિતામાં કહે છે : ‘કેટલીય સ્ત્રીઓને ઘરે પત્રો આવી ચૂક્યા છે. સમાચાર સારા છે. સાત અઠવાડિયાં પહેલાં એમાંની એકાદના પતિને પકડવામાં આવ્યો હતો, પણ દાદીમાની તબિયત હવે સારી છે. બાપને હૃદયરોગનો હુમલો થયેલો, પણ બહુ ગમ્ભીર નથી લાગતો. રેડક્રોસવાળા આવીને પૂછે છે : તમારે કશી મુશ્કેલી છે? બહેનો, તમે ભૂખી છો? તમને તમારા ઘર જોડે સમ્બન્ધ છે ખરો ને? જવાબમાં કોઈક કહે છે, એ લોકો અમને ગોળીએ દેવાની વાત કરે છે, સાઇબિરિયા હાંકી મૂકવાનું કહે છે, ‘એ લોકો જવાબમાં કહે છે, ‘પણ હવે તમે સાજાસમા છો ને? તમે નાહ્યાંધોયાં હો એવું તો લાગે છે.’ સ્ત્રીઓની ફરિયાદ ચાલુ છે. ‘અમારાં કુટુમ્બીજનો ભેળાં થતાં ખાસ્સો વખત વીતી ગયો.’ એ લોકો હસીને કહે છે, ‘એ તો એવું જ હોય ને, આ લડાઈનો જમાનો છે. ટપાલ મોડી જ પહોંચે ને!’ એક સ્ત્રી કહે છે, ‘આ બહેનને કિડનીનો ક્ષય છે ને છતાં આ લોકો એને કામે જોતરે છે.’ જવાબ મળે છે, ‘બહેન, માફ કરજો. એ અમારો વિષય નથી.’