અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/પુરી એક અંધેરી ગંડુરાજા: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 40: | Line 40: | ||
પુરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય; | પુરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય; | ||
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય. ૧૩ | આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય. ૧૩ | ||
મુલ્લાં નિસર્યા મારગે, મેં જોયું તે દીશ; | મુલ્લાં <ref> </ref> નિસર્યા મારગે, મેં જોયું તે દીશ; | ||
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ. ૧૪ | પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ. ૧૪ | ||
મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર; | મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર; | ||
Revision as of 17:14, 16 June 2021
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ભુજંગી છંદ
પુરી એક અંધેરી ને ગંડુ રાજા.
ટકે શેર ભાજી ટકે શેર ખાજા;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બુરી ન વેચે વિવેકે. ૧
તહાં જઈ ચડ્યા બે ગુરૂ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સૂખડી હાટથી આપી આટો,
ગુરૂ પાસ જૈને કહે ખૂબ ખાટ્યો. ૨
ગુરૂજી કહે રાત રહેવું ન આંહી,
સઉ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોર ને શાહનો ન્યાય એકે,
નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે. ૩
કદી ગામ એવા વિષે ના વશીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે;
કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી. ૪
ગુરૂએ બહુ બોધ કીધોજ ખાસો,
નહીં યોગ્ય આંહી રહે રાત વાસો;
ન માની કશી વાત તે શિષ્ય જ્યારે,
ગુરૂજી તજીને ગયા ગામ ત્યારે. ૫
રહ્યા શિષ્ય તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા,
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સર્વ તેવા.
દોહરા
તસકર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર;
તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર. ૭
માત પ્રભાતે ચોરની, ગઈ નૂપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સુણી દાદ. ૮
એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદડાં, ચોર દબાયા ચાર. ૯
વણિક કહે કડિયાતણો, એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારી ખોડ લગાર. ૧૦
કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચુક ગારો કરનારની, કડિયે કરી ઉચાર. ૧૧
ગારો કરનારો કહે, પાણી થયું વિશેષ;
એતો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ. ૧૨
પુરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય;
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય. ૧૩
મુલ્લાં Cite error: Invalid <ref> tag; refs with no name must have content નિસર્યા મારગે, મેં જોયું તે દીશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ. ૧૪
મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર. ૧૫
ફળ જાડું શૂળીતણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જૈ કહી ભૂપ પ્રસંગ. ૧૬
ભૂપ કહે શું હરઘડી, પૂછો હાજર હોય;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોય. ૧૭
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ. ૧૮
શિષ્ય મુદત માગી ગયો, ગૂરૂ પાસે પસ્તાય;
ગુરૂએ આવી ઉગારીઓષ અદ્ભુત કરી ઉપાય. ૧૯
જોગી શૂળી પાસ જઈ, કહે ભૂપ સુણ કાન;
આ અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન. ૨૦
ચેલો બોલ્યો હું ચડું, એ ગુરૂ કહે હું આપ;
અધિપતિ કહે ચડીયે અમો, પૂરમ મળે પ્રતાપ. ૨૧
ગુરૂ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.
જહાં ભણેલ ન ભૂપતિ, નિપજે એવા ન્યાય;
દેશ સુધારાની તહાં, તો આશા શી થાય. ૨૩