26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 14: | Line 14: | ||
“તારે ઠીક પડે તેમ કરજે. પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી, હો બાબરિયા!” | “તારે ઠીક પડે તેમ કરજે. પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી, હો બાબરિયા!” | ||
એટલું કહી મા ગઈ. પેટલાદની લૉકપમાં શાંતિ છવાઈ ગઈ, અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘેરથી ઓરી કરી પકડાયેલો ‘ભગત' તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો : | એટલું કહી મા ગઈ. પેટલાદની લૉકપમાં શાંતિ છવાઈ ગઈ, અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘેરથી ઓરી કરી પકડાયેલો ‘ભગત' તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો : | ||
કાયા મેલી ના જાયેં, મારા હંસલા! | {{Poem2Close}} | ||
કાયા મેલી ના જાયેં હે હાં-જી-હાં. | <Poem> | ||
'''કાયા મેલી ના જાયેં, મારા હંસલા!''' | |||
'''કાયા મેલી ના જાયેં હે હાં-જી-હાં.''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ-ભાગોળે હુતાશની પ્રગટાઈ તે ટાણે પેટલાદથી ત્રણ ગાઉ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સાંભળ્યો : “કાં, મા, શેવો તૈયાર છેને? ઝટ લાવ – ખઈ લઉં — પોલીસ મારી પાછળ જ છે.” | વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ-ભાગોળે હુતાશની પ્રગટાઈ તે ટાણે પેટલાદથી ત્રણ ગાઉ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સાંભળ્યો : “કાં, મા, શેવો તૈયાર છેને? ઝટ લાવ – ખઈ લઉં — પોલીસ મારી પાછળ જ છે.” | ||
મા હેતા શેવનું મિષ્ટાન્ન રાંધીને જ બેઠી હતી. “આવ્યો ભગત!" એમ કહીને એણે ઠામમાં ઝટ ઝટ પીરસેલી શેવ લુશ લુશ ખાઈને એ જુવાન ધારિયું લઈ, કમ્મરે છરી બાંધી બહાર નીકળી ગયો, સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો. | મા હેતા શેવનું મિષ્ટાન્ન રાંધીને જ બેઠી હતી. “આવ્યો ભગત!" એમ કહીને એણે ઠામમાં ઝટ ઝટ પીરસેલી શેવ લુશ લુશ ખાઈને એ જુવાન ધારિયું લઈ, કમ્મરે છરી બાંધી બહાર નીકળી ગયો, સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો. | ||
| Line 119: | Line 123: | ||
ભાઈ કહે : “શા સારુ ના કરાવું? જરૂર કરાવું.” | ભાઈ કહે : “શા સારુ ના કરાવું? જરૂર કરાવું.” | ||
“તો લાવો ને; મારે ભગતનાં દર્શન કરવાં છે.” | “તો લાવો ને; મારે ભગતનાં દર્શન કરવાં છે.” | ||
‘ભગત' ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી, મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઊતર્યો હતો, તેને પોતાને ‘ઘેર પગલાં કરાવવા'ના ઈંતેજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું, અને ‘ભગત'ની પોતાને ઘેર પધરામણી કરાવવાની જેની કને આ આગેવાને અરજ ગુજારી તે ભાઈ પાટણવાડિયા હતા. એ અને એનો ભાઈ – બેઉ પાદરા તાલુકા ખાતે ‘ભગત'ના ભાઈબંધો હતા | ‘ભગત' ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી, મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઊતર્યો હતો, તેને પોતાને ‘ઘેર પગલાં કરાવવા'ના ઈંતેજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું, અને ‘ભગત'ની પોતાને ઘેર પધરામણી કરાવવાની જેની કને આ આગેવાને અરજ ગુજારી તે ભાઈ પાટણવાડિયા હતા. એ અને એનો ભાઈ – બેઉ પાદરા તાલુકા ખાતે ‘ભગત'ના ભાઈબંધો હતા ‘ભગત'ની સાથે ફરતા, ‘ભગત'ને સંતાડતા, ખવરાવતા, પિવરાવતા. | ||
એક રાત્રીએ આ ભાઈબંધે બાબરને જલાલપુરના પેલા આગેવાન પાટિદારને આંગણે આણીને પગલાં કરાવ્યાં. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસારીને આગેવાને ‘ભગત'ને ભોજન કરાવ્યું. ને પછી સંતૃપ્ત પરોણાને પોતે અરજ કરી : “મારું એક કામ કરી આલો, ભગત?” | એક રાત્રીએ આ ભાઈબંધે બાબરને જલાલપુરના પેલા આગેવાન પાટિદારને આંગણે આણીને પગલાં કરાવ્યાં. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસારીને આગેવાને ‘ભગત'ને ભોજન કરાવ્યું. ને પછી સંતૃપ્ત પરોણાને પોતે અરજ કરી : “મારું એક કામ કરી આલો, ભગત?” | ||
“હોવે, કરી આલું.” બંદૂકધારી બાબરે કૃપા બતાવી. | “હોવે, કરી આલું.” બંદૂકધારી બાબરે કૃપા બતાવી. | ||
| Line 201: | Line 205: | ||
“હેઠ, મારા હાળા નામર્દ!" ડાભલો બહારવટિયો તે વખતે બોલી ઊઠ્યો : “આપણે પારકાંનાં ખૂન કરતા'તા તે દા'ડે શું ન'તી ખબર કે એક દન આપણે ચડવાનું જ છે! ખબર તો હતી, તે છતાં આજ રડવા બેઠો છે!” | “હેઠ, મારા હાળા નામર્દ!" ડાભલો બહારવટિયો તે વખતે બોલી ઊઠ્યો : “આપણે પારકાંનાં ખૂન કરતા'તા તે દા'ડે શું ન'તી ખબર કે એક દન આપણે ચડવાનું જ છે! ખબર તો હતી, તે છતાં આજ રડવા બેઠો છે!” | ||
પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો. | પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો. | ||
એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો. | એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.<ref> ખેડા અને ભરૂચ જિલ્લામાં ૧૯૧૮થી ‘૨૪ સુધી ચાલેલા આ ભયાનક બહારવટાની કથા રવિશંકર મહારાજે કહેલી વાતોમાંથી તારવી છે. કેટલાંક પાત્રો (જીવતાં તેમ જ મૂએલાં)નાં તેમ જ સ્થળોનાં નામ મેં પડતાં મૂક્યાં છે. — લેખક.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૧. | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = બાબર દેવા | |||
|next = ૧. કાળજું બળે છે | |||
}} | |||
-------------------------------------------------------- | |||
edits