માણસાઈના દીવા/હરાયું ઢોર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હરાયું ઢોર|}} {{Poem2Open}} રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો....")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા.

સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું.

પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો; અને સામા ‘હાજર', ‘હાજર', ‘હાજર' એવા જવાબો મળવા લાગ્યાઃ

{{Poem2Close}}
<poem>
‘કરસન પૂંજા' :::: ‘હાજર'
‘કરસન પૂંજા' :::: ‘હાજર'
‘મોતી દેવા'  :::: ‘હાજર'
‘મોતી દેવા'  :::: ‘હાજર'
‘ગુલાબ કાળા' :::: ‘હાજર'
‘ગુલાબ કાળા' :::: ‘હાજર'
</poem>
{{Poem2Open}}
‘હાજર' કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો ‘હાજર' શબ્દ વિધવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો :
‘હાજર' કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો ‘હાજર' શબ્દ વિધવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો :
{{Poem2Close}}
<poem>
‘જીવી શનિયો' :::: ‘હાજર'
‘જીવી શનિયો' :::: ‘હાજર'
‘મણિ ગલાબ'  :::: ‘હાજર'
‘મણિ ગલાબ'  :::: ‘હાજર'
</poem>
{{Poem2Open}}
એ છેલ્લે ‘હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું :
એ છેલ્લે ‘હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું :
{{Poem2Close}}
<poem>
“એ કોણ ‘હાજર' બોલી?”
“એ કોણ ‘હાજર' બોલી?”
“હું મણિ." સ્ત્રીનો જવાબ આવ્યો.
“હું મણિ." સ્ત્રીનો જવાબ આવ્યો.
</poem>
{{Poem2Open}}
“જૂઠી કે? મણિ જ છે કે? મને છેતરવો છે? આમ આવ; તારું રઢિયાળું મોં બતાવ જોઉં, મણકી!”

“આ લોઃ જોવો મોં!" બાઈ એ ઊભી થઈને પોતાનો પડી ગયેલો ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ કર્યો.

Line 38: Line 50:
“ના,ના; અહીં મને ઊંઘ નહિ આવે.”
“ના,ના; અહીં મને ઊંઘ નહિ આવે.”
બસ ફક્ત એટલું જ બોલીને મહેમાન પોતાનાં બે કપડાંની ઝોળી હતી તે ઊંચકીને એકદમ ઊભા થયા, અને મુખી એના આશ્ચર્યમાંથી જાગે તે પૂર્વે તો મહેમાન એ લોકો પૈકીના એક જણની સાથે પાટણવાડીઆઓના બિહામણા વાસમાં ચાલતા થયા.

મુખીનું માન મહેમાન પ્રત્યે સદંતર ઊતરી ગયું : બ્રાહ્મણનું ખોળિયું કોળાંને ઘેર, ચોર–ડાકુઓને ઘેર, રાતવાસો રહેવા ચાલ્યું! થોડાક મહિના પર જિલ્લાનાં ગામોમાં ‘હૈડીઆ વેરા'[૧] સામેની લોક–લડતમાં એક ગામે મેળાપ થએલો : ઓચિંતા અહીં આવી ચડેલા દીઠા : આગ્રહ કરીને રાત રોક્યા. ઈચ્છા હતી કે પોતાની સત્તા અને સાહેબી બતાવું : પોતે એકલો આદમી આ સેંકડો વાઘ દીપડા સરીખાં મનુષ્યો પર જે કડપ બેસારી શક્યો હતો તે બતાવવાના કોડ હતા. મહેમાનને માનભેર સરકારી ચૉરે ઉતારો આપ્યો, તે બધું અપાત્રે પિરસાયું સમજીને મુખી ફાનસ ઉપડાવી રોષમાં ઘેર ચાલ્યા ગયા.
મુખીનું માન મહેમાન પ્રત્યે સદંતર ઊતરી ગયું : બ્રાહ્મણનું ખોળિયું કોળાંને ઘેર, ચોર–ડાકુઓને ઘેર, રાતવાસો રહેવા ચાલ્યું! થોડાક મહિના પર જિલ્લાનાં ગામોમાં ‘હૈડીઆ વેરા' <ref>‘હૈડીઆ વેરો' એવા નામથી લોકોમાં ઓળખાતો ‘પ્યુનિટિવ ટેક્સ' સરકારે ખેડા જિલ્લાની તમામ વસ્તી પર ‘બાબર દેવા વગેરે બહારવટિયાને આશરો આપો છો' તેવું કહીને નાખેલો.</ref> સામેની લોક–લડતમાં એક ગામે મેળાપ થએલો : ઓચિંતા અહીં આવી ચડેલા દીઠા : આગ્રહ કરીને રાત રોક્યા. ઈચ્છા હતી કે પોતાની સત્તા અને સાહેબી બતાવું : પોતે એકલો આદમી આ સેંકડો વાઘ દીપડા સરીખાં મનુષ્યો પર જે કડપ બેસારી શક્યો હતો તે બતાવવાના કોડ હતા. મહેમાનને માનભેર સરકારી ચૉરે ઉતારો આપ્યો, તે બધું અપાત્રે પિરસાયું સમજીને મુખી ફાનસ ઉપડાવી રોષમાં ઘેર ચાલ્યા ગયા.
અધરાત થવા આવી હતી. મહેમાન જે ખોરડે રાતવાસો રહેવા ગયા ત્યાં કોઈના પણ કહ્યા વગર આખા ગામના પાટણવાડીઆ એકઠા થઈ ગયા. તેમની સામે ખાટલે બેઠેલ મહેમાનનો હૃદિયો તો ઉપર–તળે થઈ રહ્યો હતો : અરે! આનું નામ હાજરી! માણસની અધોગતિને છેલ્લે તળીએ પહોંચાડનારી આ હાજરી! આ કોમનો એકએક માણસ માના પેટમાંથી નીકળતાં વાર જ ગુનેગાર ઠરી ચૂક્યો? મરદ તો ઠીક, પણ ઓરત સુધ્ધાં! ઓરતોની હાજરી પોકરાય; અને ‘હાજર' કહેનાર સ્ત્રીના સ્વર માત્ર પરથી શંકા જતાં આટલા ટોળા વચ્ચે આ ત્રણ બદામનો સરકારી મુખી એનો ઘુમટો ઊંચો કરાવી મોં જોઈ સાચ–જૂઠ નક્કી કરે! અને એ બધાંની ટોચે, ખુદ પોતાની ઓરતોની હાજરી લેવાય એથી આ મરદોને મલકવાનું કારણ મળે!

અંતરના આવા ઉકળાટ પર એ અધરાતે એને થોડી ટાઢક વળી. એકઠાં થયેલાં સ્ત્રી–પુરુષો વચ્ચે એને પોતાપણું લાગ્યું, પોતાનાં આત્મજનો મળ્યાં હોય તેવું લાગ્યું. જાણતા હતા પોતે કે, આમાંનાં ઘણાં ચોરી–લૂંટના કૃત્યો કરનારાં છે; ઈશ્વરને, ધર્મને, પુણ્ય અને નીતિ વગેરે ગુણોનો સુધારેલો સમાજ જે અર્થમાં ઓળખે છે તે અર્થમાં આ લોકો એ સર્વ ગુણોથી સેંકડો ગાઉ વેગળાં પડ્યાં છે. તેમ છતાં આ માણસો એને પોતાનાં લાગ્યાં, હૈયાં–સરસાં જણાયાં. લાંબી વાતો તો એણે કશી કરી નહિ; પણ એણે એટલું જ પૂછ્યું : “આ હાજરી તમને ગમે છે?”

Line 47: Line 59:
“તો પછી તમે હાજરીમાં જાવ નહિ.”
“તો પછી તમે હાજરીમાં જાવ નહિ.”
એવી સલાહ આપીને એ સૂતા; પણ એને પાછો વિચાર ઉપડ્યો : ‘આ સલાહ ગેરવાજબી હતી. ઉતાવળ થતી હતી. એ માર્ગે આ લોકોનું કલ્યાણ નથી. આ તો બાળકો છે!'

[૨]
 
<center>[૨]</center>
 
સવારે ઊઠીને એણે ચાલવા માંડ્યું. ગામ પછી ગામ વટાવતા ચાલ્યા. એને થાક, તાપ, ટાઢ, ભૂખ, તરસ—કશાનું ભાન નહોતું. વાહનમાં બેસવાનું તો એને નીમ લીધું હતું. પગપાળા એ પહોંચ્યા—સીધા વડોદરે.

વડોદરાના પોલીસ-વડા સાથે એમને નહિ જેવી ઓળખાણ હતી. અમલદાર એક સમજદાર આદમી હતા. જઈને સમજાવ્યા કે, “આ લોકોની હાજરી કાઢી નાખો.”

Line 127: Line 141:
“હું તમે કહો તે કચેરીએ લઈ જઈને નોંધાવીશ.”

એમ એક પછી એક નીચલી કચેરી કને એ હુકમનો કાગળ લઈ જઈ, એક જ દિવસમાં નોંધણી કરાવી, જેને વટાદરે પહોંચતાં મહિનોમાસ લાગત તે હુકમ પોતાની સાથે લઈને બ્રાહ્મણે ફરી ચોવીશ ગાઉની વળતી મજલ આદરી. રાતમાં ભાદરણ પહોંચીને ફોજદારને સૂતા જગાડ્યા; અને રાતમાં ને રાતમાં નોંધણી કરાવી કાગળ લઈ પોતે વટાદરા પહોંચ્યા, ત્યારે પ્રભાતનો સૂર્ય હજુ તપ્યો નહોતો.

--------------------------------------------------
<br>
{{HeaderNav2
|previous = હાજરી
|next = અમલદારની હિંમત
}}

૧ ‘હૈડીઆ વેરો' એવા નામથી લોકોમાં ઓળખાતો ‘પ્યુનિટિવ ટેક્સ' સરકારે ખેડા જિલ્લાની તમામ વસ્તી પર ‘બાબર દેવા વગેરે બહારવટિયાને આશરો આપો છો' તેવું કહીને નાખેલો.

{{Poem2Close}}
-------------------------------
26,604

edits