ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુભવનિષ્ઠ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અનુભવનિષ્ઠ(Empirical)'''</span> : સાહિત્યમાં અનુભવનિષ્ઠતા એટ...")
(No difference)

Revision as of 08:50, 17 November 2021


અનુભવનિષ્ઠ(Empirical) : સાહિત્યમાં અનુભવનિષ્ઠતા એટલે તથ્યપરકતા. મુખ્ય અનુભવનિષ્ઠ સાહિત્ય એ કથાસાહિત્ય છે. રોબર્ટ શોલ્સ અને કૅલોગ કથાસાહિત્યના મુખ્ય બે પ્રકાર જણાવે છે : અનુભવનિષ્ઠ (Empirical) અને કપોલકલ્પિત (fictional). ઐતિહાસિક અને અનુકૃતિમૂલકકથાઓ અનુભવનિષ્ઠકથાના વર્ગમાં આવે છે. અનુભવનિષ્ઠસાહિત્ય વસ્તુરચનાની વફાદારીની જગ્યાએ વાસ્તવની વફાદારી ધરાવે છે. હ.ત્રિ.