અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દત્તાત્રય ભટ્ટ/ગઝલ (મારામાં ઊગ્યું ...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઝલ (મારામાં ઊગ્યું ...)|દત્તાત્રય ભટ્ટ}} <poem> મારામાં ઊગ્યું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 20: | Line 20: | ||
{{Right|(નવનીત સમર્પણ, એપ્રિલ)}} | {{Right|(નવનીત સમર્પણ, એપ્રિલ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમેન શાહ/આઠ ત્રિપદી | આઠ ત્રિપદી]] | વૃક્ષને તાજા પવનનો કેફ છે]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /એમ મારે જવાનું | એમ મારે જવાનું ]] | આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું, ]] | |||
}} | |||
Latest revision as of 11:10, 29 October 2021
ગઝલ (મારામાં ઊગ્યું ...)
દત્તાત્રય ભટ્ટ
મારામાં ઊગ્યું ઘાસ આ રોમાંચ એનો મઘમઘે,
મારામાં દૂઝ્યા ચાસ આ રોમાંચ એનો મઘમઘે.
તારી સભામાં કેટલા મિત્રો હતા હાજર છતાં,
મુજને ગણ્યો તેં ખાસ આ રોમાંચ એનો મઘમઘે.
આંખો કરીને બંધ જ્યાં યાત્રી થયો હું ભીતરી,
ખૂલતો ગયો અજવાસ આ રોમાંચ એનો મઘમઘે.
એ ગામને છોડી ગયો વરસો થયાં છે તે છતાં,
ચરણોને એની પ્યાસ આ રોમાંચ એનો મઘમઘે.
ગોવાળ, ગોપી, રાધિકે ને શ્યામસુંદર આજ પણ,
મારામાં રમતાં રાસ આ રોમાંચ એનો મઘમઘે.
(નવનીત સમર્પણ, એપ્રિલ)