અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શાહ/ધોવા નાખેલા જીન્સનું ગીત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ધોવા નાખેલા જીન્સનું ગીત|ચંદ્રકાન્ત શાહ}} <poem> મળે ડાબા ખિસ...")

No edit summary

(2 intermediate revisions by one other user not shown)
Line 46: Line 46:
{{Right|(ટૂંકાવીને)}}
{{Right|(ટૂંકાવીને)}}
</poem>
</poem>

આસ્વાદ: આ કાવ્યસભા છે, વિધાનસભા નથી – ઉદયન ઠક્કર

{{Poem2Open}}
વરસને વચલે દહાડે ધોવા નાખેલ જીન્સના ડાબા ખિસ્સામાંથી શું નીકળે? ‘ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો’. વરસોથી પંચાંગમાં અષાઢ આવ્યો જ ક્યાં છે? જમણા ખિસ્સામાંથી શું નીકળે? ‘સુક્કો પડેલ બોરચણિયાનો ઠળિયો, ચાખીને તેં મને આપેલ’. સંબંધ નવો હોય ત્યાં સુધી બોર ‘ચાખેલ’ કહેવાય, પછી ‘એંઠાં’.
પંક્તિને અંતે આવે છે, ‘એવું કંઈક’. કવિતામાં અનુમાન અને અટકળ હોય; વિધાન અને નિવેદન ન હોય. આ કાવ્યસભા છે, વિધાનસભા નથી.
આકાશ કોણે સીવ્યું? બ્રહ્માએ? ના રે ના, દૈયડ અને દરજીડાએ. ‘પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું ડેનિમ આકાશ’ જિજીવિષાથી જગત ચાલે. આકાશનો તાકો વેતરીને, માપસર કાતરીને પહેરવો પડે. લેધરના દોરાથી ડબલ સીવેલ સંબંધ તે આપણાં જીન્સ, આપણાં રંગ–સૂત્ર.
દરિયા પાસે જઈ રેતી લાવે તે બાળક, રેતી પાસે જઈ દરિયો લાવે, તે કવિ. દરિયાને અંજલિમાં પી જાય તે કાં અગસ્ત્ય ને કાં પ્રેમી.
આજકાલ ફાટેલા જીન્સ પહેરવાની ફૅશન ચાલે છે. ‘ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર’. આજના યુવાનો માટે તો હાર્લે ડેવિડસન અને કાવાસાકી એ જ પંચકલ્યાણી અશ્વો. ગધાપચીસીમાં ‘કાવાસાકીનો કલશોર’ લાગે એ સાઠીમાં લાગે, ‘નોઇઝ પોલ્યુશન.’ ‘ટાઇટ ક્લોઝઅપ’, કૅમેરાનું? કે યુગલનું? કવિ કન્ટ્રીસાઇડ કાઉબૉયનું હણહણતું ચિત્ર ખડું કરી દે છે. અધધધધધ, ગટગટાટ, ઢિચકાંવ, ઢિચકાંવ જેવા નાદવાચક શબ્દોથી ઘટમાં ઘોડા થનગનવા માંડે છે.
છેલ્લા ખિસ્સામાંથી ઇચ્છા, વાતો અને પ્રસંગો સાથે એક સરતચૂક પણ નીકળે છે. એગમાર્કની છાપ ક્યાં મુકાય — ફૅશનવેર પર? કે ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટ્સ પર? ‘વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને’. આ પંક્તિ કવિ બોલ્યા હશે? કે તેમને યાદ રહી ગઈ હશે?
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે,
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી.
(સુરેશ દલાલ)
જીન્સના તાણાવાણા ફરી તપાસીએ. સિલાઈ ફિટોફિટ નહીં પણ ‘બૅગી’. પંક્તિઓ એક માપની રાખવાનું બંધન સ્વીકાર્યું ન હોવાથી કહેણીમાં મોકળાશ મળી છે. પ્રલંબલય બે કાંઠે ઘૂઘવે છે. કાવ્ય ગીતમાંથી મુક્ત પદ્ય તરફ રેલાય છે.
ઘણા ‘ડાયસ્પોરિક પોએટ્સ’ માત્ર નામના હોય છે. તેમની વ્યંજનપેટીમાં વ્યંજના હોતી નથી અને સ્વરપેટીમાં અતીત સિવાય કોઈ રાગ હોતો નથી. ચંદ્રકાન્ત આમાંનો નથી. એ ગઈ કાલની કવિતા નથી લખતો, આજની કવિતા લખે છે. અમેરિકન લાઇફ જીવતા આ કવિને હોઠે અંગ્રેજી શબ્દો ‘જસ્ટ લાઇક ધેટ’ આવી જાય છે. તત્સમ ધોતિયું પહેરીને કાવાસાકી પર હન્ડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે ન જવાય.
‘બ્લૂ જીન્સ’ સંગ્રહનાં ઘણાં કાવ્યોમાં ગુજરાતી–અંગ્રેજી પદાવલિનો સુભગ સમન્વય થયો છે. બે ભાષાઓનું આ ફિઝિકલ મિક્ સ્ચર નથી પણ કૅમિકલ કંપાઉન્ડ છે. જીવશાસ્ત્રી મૉડેલની પરિભાષામાં કહીએ તો ગુજરાતી ભાષાનું આ ‘મ્યુટેશન’ છે.
કાવ્ય રચવાવાળા ઘણા મળે, પણ કાવ્યની આગવી ભાષા રચવાવાળા જવલ્લે મળે.
આ જીન્સ તમને ગમ્યાં? તો ફેડ થાય ત્યાં સુધી સાચવી રાખજો અને ત્યાર પછી પણ.
{{Right|(‘આમંત્રણ’)}}
{{Poem2Close}}

{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/રેવા | રેવા]]  | હું જ્યારે નાની હતી ત્યારે રેવાની લહેરોની જેમ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શાહ/બાને કાગળ | બાને કાગળ]]  | તેં જ અપાવેલ જીન પ્હેરીને બેઠી છું ]]

26,604

edits