અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૨ (મૃગશાવકનું...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્હાલેશરીનાં પદો ૨ (મૃગશાવકનું...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::મૃગશા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 24: | Line 24: | ||
:::: સુંદિરવરને ધરીએ હાં રે | :::: સુંદિરવરને ધરીએ હાં રે | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્હાલેશરીનાં પદો ૧ (આજની ઘડી...) | |||
|next = વ્હાલેશરીનાં પદો ૪ (જળથી ભરેલા...) | |||
}} | |||
Latest revision as of 11:21, 28 October 2021
વ્હાલેશરીનાં પદો ૨ (મૃગશાવકનું...)
હરીશ મીનાશ્રુ
મૃગશાવકનું કરી ઉશીકું
સપનામાં સંચરીએ હાં રે
વ્હાલેશરીએ કીધું કાનમાં
વહેલે મહુરત વરીએ હાં રે
હરિ કરતાં વ્હાલુડાં અિધકાં અમને હરસિંગાર
એ મિષ હરિને ચૂંટ્યા સૂંઘ્યા ગૂંફ્યા સ્તનમોઝાર
મદનવૃક્ષની ઓથે અઢળક
ચુંબ્યાં છે સાંવરિએ હાં રે
કુંબલા કુંબલા મરવા પેખી
આંબલિયા પર મરીએ હાં રે
ધૂળીપડવાને દહાડે જેવાં વણચૂંટ્યાં કેસૂડાં
હરિવછોયાં મથે ફીટવા ત્વચા ઉપર ત્રાજૂડાં
માંડ જરી જંપ્યાં ત્યાં વેરણ
ઝબકાવ્યાં ઘૂઘરીએ હાં રે
ઝલ મલ્હાર ગૂંથી લોચનિયે
સુંદિરવરને ધરીએ હાં રે