અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 13: | Line 13: | ||
:::::::::::છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને. | :::::::::::છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ | શીખ]] | બેઠો છું પ્લૅટફૉર્મ ઉપર બાંકડે નિરાંતે.]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત | ગતિ ગતિનાં ગીત ]] | સમય સમયનાં સપનાં સાથી, ગતિ ગતિનાં ગીત ]] | |||
}} | |||
Latest revision as of 11:15, 22 October 2021
— (કુંજડીની હાર સમ...)
‘પંથી’ પાલનપુરી
કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,
પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને.
કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો,
ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને.
હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું,
ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને.
સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.
આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે,
છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને.
←