અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લૂ, જરી તું -: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 36: | Line 36: | ||
<center>◼ | <center>◼ | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ | |||
|next = મેઘદર્શન | |||
}} | |||
Latest revision as of 12:59, 20 October 2021
લૂ, જરી તું -
ઉમાશંકર જોશી
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીવરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં જે જંપી,
એકલી અહીં કે રહી પ્રિયતમને ઝંખી,
લૂ, જરી તું...
ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, નફૂલહૈયે સમાયા,
લૂ, જરી તું...
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વાત,
કે મારો મોગરો વિલાય.
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697eced860b570_08718689
ઉમાશંકર જોશી • લૂ, જરી તું - • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: હિમાલી વ્યાસ નાયક • આલ્બમ: ગીતગંગોત્રી