પૂર્વોત્તર/નાગાલૅન્ડ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નાગાલૅન્ડ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} માર્ચ ૮ સ્વપ્નનગરી કોહિમા....")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
માર્ચ ૮
<center>માર્ચ ૮</center>
સ્વપ્નનગરી કોહિમા. ‘સ્વપ્નનગરી’ વિશેષણ શ્રી ઉમાશંકર જોશીએ આપ્યું છે. એ વિશેષણની યથાર્થતા પ્રમાણી રહ્યો છું. અત્યારે આ ક્ષણે એમ. એલ. એ. હૉસ્ટેલની બારીમાંથી જોતાં બધું સ્વપ્નિલ લાગે છે. રાત્રિના બાર કરતાં વધારે થયા છે અને દશમનો ચંદ્ર કોહિમાનગર પર, પછવાડેના પહાડ પર ચાંદની પાથરી રહ્યો છે અને મારામાં બેઠેલા લ્યુનેટિક (ચંદ્રપ્રેમી)ને બેચેન બનાવી રહ્યો છે. તે એક અનિર્વચનીય મધુર બેચેની છે, જે દૂરથી વહી આવતા કોઈ પહાડી ગીતના સૂરથી વધતી જાય છે. ધીરે ધીરે એ સૂર શમી જાય છે અને ક્યાંકથી ગીટારની ધૂન સંભળાય છે, સંગીતઅપટુ મારા કાનનેય એ પશ્ચિમી સૂર છે એ પરખાઈ જાય છે. સ્તબ્ધતામાં એ ગીટારના સૂર રહી રહીને આવે છે, કેવું તો થાય છે મનમાં! કે પોતાના પ્રિયજનને આરાધી રહ્યું છે આ સ્તબ્ધ રાત્રિએ? કોણ પોતાની વ્યથા વહાવી રહ્યું છે! નગર આખું જાણે ઊંઘે છે. ઠંડી જ્યોતિ પ્રકટાવતા દીવાઓ જાગી રહ્યા છે. ઝાફુ પહાડ પર વાદળ છે, એ પણ ચાંદનીથી રસાયેલું છે. એક તારો પહાડના ભાલ પરના તિલકની જેમ ચમકી રહ્યો છે. કૂતરાના ભસવાનો અવાજ બહુ દૂરથી આવે છે. ઍગ્ઝોટિક ઍન્ચાટિંગ!

Line 63: Line 63:
* શ્રી કિશોર જાદવે મને લખ્યું છે કે હવે ડૉ. આરામ ત્યાં નથી અને તેમનું શાંતિપ્રતિષ્ઠાન કેન્દ્ર પણ નથી.

(૧-૭-૮૦)
{{Right|(૧-૭-૮૦)}}<br>

માર્ચ ૯
<center>માર્ચ ૯</center>
કોહિમાની સવાર.
કોહિમાની સવાર.

Line 180: Line 180:
એક વાર ફરી બહાર બાલ્કનીમાં આવું છું. ઠંડી ભીનાશમાં નગર જાણે ટૂંટિયું વાળી પડ્યું છે. ચંદ્ર નીકળી આવ્યો છે, અને તે જોતાં નાગાઓની એક માન્યતા યાદ આવી ગઈ, જે ક્યાંક વાંચી હતી. કેટલીક નાગાજાતિઓ માને છે કે ચંદ્ર-સૂર્ય પતિ-પત્ની છે. ચંદ્ર પુરુષ છે, સૂર્ય સ્ત્રી. સૂર્ય સ્ત્રીની જેમ અંધારાથી બીએ છે એટલે અંધારું થતાં જ તે સંતાઈ જાય છે! પુરુષ હોવાથી ચંદ્ર રાત્રિના અંધારાથી ડરતો નથી, અને આકાશમાં નિર્ભયપણે વિચરણ કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = મણિપુર
|next = પ્રણય અને પરિણય
}}
19,010

edits