બોલે ઝીણા મોર/ઇતિહાસમાં વાનર કહેવાશે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|ઇતિહાસમાં વાનર કહેવાશે| ભોળાભાઈ પટેલ}}

{{Poem2Open}}
 
દેશળજી પરમારની દેશપ્રેમ વિષેની એક કવિતામાં યુવાનોને સંબોધીને કહેવામાં આવ્યું છે કે દેશના નવઘડતરમાં યુવાનોએ પોતાની જાતને ચુપચાપ સમર્પિત કરવી જોઈએ:

<poem>
'''પુરાતા પાયાના ચણતર મહીં'''
'''પુરાતા પાયાના ચણતર મહીં'''
'''પથ્થર થવું'''.
'''પથ્થર થવું'''.
'''અમર ઇતિહાસે ભળી જવું.'''
'''અમર ઇતિહાસે ભળી જવું.'''
 
</poem>
{{Poem2Open}}
પાયાના પથ્થરોએ તો હંમેશ માટે જગતની આંખોથી પણ વિલીન થઈ જવાનું. સમર્પણની યશગાથા પણ નહિ. એ વખતે દેશની આઝાદીની એવી તમન્ના હતી કે આવો આદર્શ યુવા દિલોમાં રહેતો. અનેક અનામી યુવકો દેશના નવનિર્માણના પાયાના પથ્થરમાં ખરેખર ચણતર બની ખોવાઈ ગયા.

Line 19: Line 20:

‘નેતાજી’ આવવાના છે. હજારો સ્વયંસેવકો એમનો જયજયકાર કરવા હાજર થઈ જાય. ભાષણોમાં તાળીઓના ગડગડાટ કરે. ‘નેતાજી ઝિંદાબાદ’ બોલે, ‘નેતાજી આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં’નાં કૂચગીતો લલકારે. એ રીતે પાર્ટીનું પીઠબળ વધારે. ચૂંટણીના દિવસે એમાંથી કેટલાક ‘નેતાજી’ને જિતાડવા અપમૃત્યુ વહોરી લે, ઘાયલ થાય. નેતાજી એમને જોવા ઇસ્પિતાલમાં જાય, નેતાજી ઘાતકને જેલમાંથી છોડાવવા સૂચના આપે. પરંતુ કોક માતાનો લાલ તો મૃત્યુને ભેટી ગયો. શા માટે? એને શું મળ્યું? પ્રતિપક્ષ હાર્યો. ‘નેતાજી’ જીત્યા. પ્રધાન થયા. સ્વયંસેવકોનું શું? શું રામાયણના સમયમાં પણ ઇતિહાસની આવી જ પૅટર્ન હતી? હિન્દીના પ્રસિદ્ધ કવિ અજ્ઞેયજીની એક નાનકડી કવિતા છેઃ

{{Poem2Close}}
<poem>
'''જો પુલ બનાયેંગે'''
'''જો પુલ બનાયેંગે'''
'''વે અનિવાર્યતઃ'''
'''વે અનિવાર્યતઃ'''
Line 29: Line 31:
'''ઇતિહાસમેં'''
'''ઇતિહાસમેં'''
'''બંદર કહલાયેંગે.'''
'''બંદર કહલાયેંગે.'''
 
</poem>
{{Poem2Open}}
આ કવિતા ઇતિહાસની કઠોર વાસ્તવિકતાની અભિવ્યક્તિ છે. રામ-રાવણની લડાઈમાં, પાંડવો-કૌરવોની લડાઈમાં હંમેશાં આપણે રામના પક્ષે કે પાંડવોના પક્ષે રહેતા આવ્યા છીએ. એમના વિજયથી આપણે ધન્ય ધન્ય થઈ જતા હોઈએ છીએ; પરંતુ એમને વિજય અપાવનાર બધા ક્યાં? આ કવિતા આપણને જરા જુદી રીતે વિચારવાને બાધ્ય કરે છે. અહીં રામ અને રાવણ પ્રતીક છે. પુલ પણ પ્રતીક છે અને બંદર પણ પ્રતીક છે. વાલ્મીકિના એ પ્રાચીન કાવ્યનો આધુનિક સંદર્ભ જ કવિ અજ્ઞેયજીને તો અભિપ્રેત છે.

Line 58: Line 61:
આજના કોઈ પણ રાજકીય પક્ષની જય-પરાજયગાથામાં પુલના નિર્માતા અને લડવૈયાઓને માત્ર રામાયણ પછીના કાળ માટે નહિ, ભવિષ્ય માટે પણ ‘વાનર’નું જ બિરુદ મળશે.

{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/ન જોયાનો મધુર વસવસો, જોયાનો અતૃપ્ત આનંદ|ન જોયાનો મધુર વસવસો, જોયાનો અતૃપ્ત આનંદ]]
|next = [[બોલે ઝીણા મોર/અંધકાર વચ્ચે પ્રકાશ ટકી રહે છે|અંધકાર વચ્ચે પ્રકાશ ટકી રહે છે]]
}}
19,010

edits