કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૬. ગઢને હોંકારો તો કાંગરાય દેશે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. ગઢને હોંકારો તો કાંગરાય દેશે|રમેશ પારેખ}} <poem> ગઢને હોંક...") |
(No difference)
|
Revision as of 08:04, 13 September 2021
૪૬. ગઢને હોંકારો તો કાંગરાય દેશે
રમેશ પારેખ
ગઢને હોંકારો તો કાંગરાય દેશે
પણ ગઢમાં હોંકારો કોણ દેશે?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘે આઘેથી એને આવ્યાં છે કહેણ, જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…
આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પ્હેરવેશ કોરે મૂકીને મીરાં કાળું મલીર એક ઓઢશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ, રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…
૧૧-૧-’૭૦/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૩૫-૪૩૬)