26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિનસનો જન્મ}} {{Poem2Open}} ફ્લૉરન્સે તો મન મોહી લીધું. તડકાથી ઉજ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 27: | Line 27: | ||
પણ, મધ્યકાળની એ ધાર્મિક દૃષ્ટિ અને એનાથી પ્રભાવિત કલાકારોની જીવનદૃષ્ટિમાં હવે પાયાનું પરિવર્તન આવતું હતું. ચૌદમી સદીમાં ઇટાલિયનોએ બે શોધ કરી : એક તો કોસ્ટન્ટિનોપલના પતન પછી પ્રાચીન ગ્રીક રોમની કળા અને સંસ્કૃતિની શોધ; અને બીજી શોધ તે પોતાની જાતની. એને પરિણામે વિદ્વત્તા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળામાં એક અદ્ભુત જુવાળ આવ્યો. દુનિયાને આજે પણ એનું આશ્ચર્ય છે. એ નવું આંદોલન તે રેનેસાં — પુનર્જન્મ કે પુનર્જાગરણ. તે જાગરણ તે આ પ્રાચીન સૌંદર્યમૂલક કલાદૃષ્ટિ અને સ્વ-ની શોધ. ધર્મને સ્થાને માનવ કેન્દ્રમાં સ્થાપિત થયો. ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર સાથે પણ જીવનના આનંદનો, સૌંદર્યનો મહિમા થયો. ફ્લૉરેન્સ હતું આ મહાન આંદોલનનું કેન્દ્ર. બોતીચેલીની વિનસ આગળ આવીને જેવાં ઊભાં કે રેનેસાંનાં એ સ્પંદનો ચેતનાને ઝંકૃત કરી રહ્યાં. | પણ, મધ્યકાળની એ ધાર્મિક દૃષ્ટિ અને એનાથી પ્રભાવિત કલાકારોની જીવનદૃષ્ટિમાં હવે પાયાનું પરિવર્તન આવતું હતું. ચૌદમી સદીમાં ઇટાલિયનોએ બે શોધ કરી : એક તો કોસ્ટન્ટિનોપલના પતન પછી પ્રાચીન ગ્રીક રોમની કળા અને સંસ્કૃતિની શોધ; અને બીજી શોધ તે પોતાની જાતની. એને પરિણામે વિદ્વત્તા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળામાં એક અદ્ભુત જુવાળ આવ્યો. દુનિયાને આજે પણ એનું આશ્ચર્ય છે. એ નવું આંદોલન તે રેનેસાં — પુનર્જન્મ કે પુનર્જાગરણ. તે જાગરણ તે આ પ્રાચીન સૌંદર્યમૂલક કલાદૃષ્ટિ અને સ્વ-ની શોધ. ધર્મને સ્થાને માનવ કેન્દ્રમાં સ્થાપિત થયો. ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર સાથે પણ જીવનના આનંદનો, સૌંદર્યનો મહિમા થયો. ફ્લૉરેન્સ હતું આ મહાન આંદોલનનું કેન્દ્ર. બોતીચેલીની વિનસ આગળ આવીને જેવાં ઊભાં કે રેનેસાંનાં એ સ્પંદનો ચેતનાને ઝંકૃત કરી રહ્યાં. | ||
મુંબઈમાં રાજેન્દ્ર શાહની લિપિની પ્રિન્ટરીમાં સુરેશ જોષીને કંઠે રાઇનેર મારિયા રિલ્કેનું કાવ્ય ‘વિનસનો જન્મ’ — The Birth of Venus સાંભળ્યું હતું, તેમાં વિનસના બે ઢીંચણને બે ચંદ્રની ઉપમા આપી છે તે યાદ રહી ગયેલી છે. | મુંબઈમાં રાજેન્દ્ર શાહની લિપિની પ્રિન્ટરીમાં સુરેશ જોષીને કંઠે રાઇનેર મારિયા રિલ્કેનું કાવ્ય ‘વિનસનો જન્મ’ <big>— The Birth of Venus</big> સાંભળ્યું હતું, તેમાં વિનસના બે ઢીંચણને બે ચંદ્રની ઉપમા આપી છે તે યાદ રહી ગયેલી છે. | ||
આ વિનસની સાથે આપણું પૌરાણિક પાત્ર ઉર્વશી મૂકી શકાય. ઉર્વશી પણ સમુદ્રજન્મા છે. રવીન્દ્રનાથના ‘ઉર્વશી’ કાવ્યમાં ઉર્વશી સનાતન રૂપસૌંદર્યનું પ્રતીક છે. એ કવિતામાં રવીન્દ્રનાથે કહ્યું છે કે, ઉર્વશી માતા નથી, કન્યા નથી, વધુ નથી, એ માત્ર રૂપસી છે. એને કોઈ શૈશવ નથી. ગૃહિણીની જેમ એ ગાયોની કોઢમાં કદી પાલવ ઓઢી દીવો પેટાવતી નથી, કે નથી મધુરજનીએ વાસરશય્યામાં છાતીમાં કંપ લઈ નમ્ર નેત્રપાતે પ્રવેશ કરતી. એ જે દિવસે જન્મી તે દિવસે જ પૂર્ણ પ્રસ્ફુટિત નારી રૂપે પ્રકટી. આ ઉર્વશી પ્રથમ વેદમાં દેખાય છે. પછી કવિ કાલિદાસે એને પોતાના એક નાટકની નાયિકા બનાવી. વિનસ ઉર્વશીની સહોદરા છે, પણ વિનસ ભાગ્યશાળી છે. | આ વિનસની સાથે આપણું પૌરાણિક પાત્ર ઉર્વશી મૂકી શકાય. ઉર્વશી પણ સમુદ્રજન્મા છે. રવીન્દ્રનાથના ‘ઉર્વશી’ કાવ્યમાં ઉર્વશી સનાતન રૂપસૌંદર્યનું પ્રતીક છે. એ કવિતામાં રવીન્દ્રનાથે કહ્યું છે કે, ઉર્વશી માતા નથી, કન્યા નથી, વધુ નથી, એ માત્ર રૂપસી છે. એને કોઈ શૈશવ નથી. ગૃહિણીની જેમ એ ગાયોની કોઢમાં કદી પાલવ ઓઢી દીવો પેટાવતી નથી, કે નથી મધુરજનીએ વાસરશય્યામાં છાતીમાં કંપ લઈ નમ્ર નેત્રપાતે પ્રવેશ કરતી. એ જે દિવસે જન્મી તે દિવસે જ પૂર્ણ પ્રસ્ફુટિત નારી રૂપે પ્રકટી. આ ઉર્વશી પ્રથમ વેદમાં દેખાય છે. પછી કવિ કાલિદાસે એને પોતાના એક નાટકની નાયિકા બનાવી. વિનસ ઉર્વશીની સહોદરા છે, પણ વિનસ ભાગ્યશાળી છે. | ||
| Line 117: | Line 117: | ||
કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી! | કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/રોમ રોમમાં રોમાં|રોમ રોમમાં રોમાં]] | |||
|next = [[યુરોપ-અનુભવ/કેટલો ભવ્ય છે મનુષ્ય!|કેટલો ભવ્ય છે મનુષ્ય!]] | |||
}} | |||
edits