26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (18 intermediate revisions by the same user not shown) | |||
| Line 51: | Line 51: | ||
ચાક ઉપર આ ફરતા કુંભિપાકને માથે... | ચાક ઉપર આ ફરતા કુંભિપાકને માથે... | ||
</poem> | </poem> | ||
===૨. આદિપુરુષની ગઝલ=== | |||
<poem> | |||
બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લમ્બાવ્યો હતો | |||
હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો | |||
સૂર્ય, તારી, સાજે મારા શ્વાસમાં અકબંધ છે | |||
મેં બધે મારો અગોચર રંગ રેલાવ્યો હતો | |||
આ નભસ્ગંગા બધી પડઘા છે મારા શબ્દના | |||
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો | |||
બ્રહ્માંડનો શઢ ફાડવા ફેલાઈ જઈને શબ્દમાં | |||
મેં અનંતાનંત મારો ભેદ સમજાવ્યો હતો | |||
ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ | |||
પણ શરત સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો | |||
</poem> | |||
===૩. વીજળી જેવા સમયે=== | |||
<poem> | |||
વીજળી જેવા સમયને સ્હેજ પડછાયો ઘસાયો | |||
તે પછી હું શહેરમાં દીવાસળી થઈ ઓળખાયો | |||
સ્પર્શ દરિયાનો થયો ને એ ત્વચા થઈ રહી ગયો | |||
ગામમાં અફવા છે માણસ એક પાણીથી દઝાયો | |||
ભેખડો તૂટતી રહે છે ને નદી વહેતી રહે | |||
ક્યાં નદીને થાય છે મારો જે કિનારો ઘવાયો | |||
સ્વપ્નમાં આવે હમેશાં મૃત માતાનાં સ્તનો | |||
શાહીના ખડિયે હું તેથી તો કલમ થઈને લપાયો | |||
સાંજની જીવલેણ બેચેની લઈ પંખી ઊડ્યુંં – | |||
આ જુઓ, પીંછાં ખર્યાં ને હું ક્ષિતિજો પર છવાયો | |||
ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું | |||
એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો | |||
</poem> | |||
===૪. છોતરું=== | |||
<poem> | |||
શ્વાસની સરહદ પછી હું કિંવદન્તી કોતરું | |||
શબ્દ ચાખું સૂર્યથી ને ચન્દ્રથી મન ખોતરું | |||
ફરફરે ચન્દ્રિલ શ્વાસે કોઈ અવકાશી ચરણ | |||
કે ઊભું છે શ્વાસની વચ્ચે અજાણ્યું કો તરુ? | |||
રથ ઊભો છે પંચભેટા પર અનંત અવકાશનો | |||
હસ્તરેખાઓ વડે હું અન્તરાલો જોતરું | |||
એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું | |||
ફૂંક મારું ને ઊડે એ જેમ ઉડતું ફોતરું | |||
જાત સાથેથી મને એમ જ અલગ કરતો રહ્યો | |||
જેમ નારંગી ઉપરથી હું ઊખેડું છોતરું | |||
</poem> | |||
===૫=== | |||
<poem> | |||
કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું | |||
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું | |||
જ્યાં સૂર, તાલ, શબ્દ, લય, સમય શમી ગયાં | |||
ગઝલમાં થઈને ત્યાં જવાની એક તાન છું | |||
વિરમી ગયા છે શબ્દ જેના મૌનમાં જઈ | |||
એ કંઠના એકાંતમાં ઊગેલું ગાન છું | |||
જે ડાયરીમાં તારી ગુલાબી સુગંધ છે | |||
બે પાન વચ્ચે ત્યાં હવે સુકાતું પાન છું | |||
હમેશ માટે દિકરો પરદેશ જઈ વસ્યો | |||
એ માની સૂની શેરીના અનિદ્રકાન છું | |||
</poem> | |||
===૬. ઝૂરણ મરશિયું=== | |||
<poem> | |||
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે | |||
જીવતર સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે | |||
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે | |||
:ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસેર રે | |||
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે | |||
વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે | |||
અમને સાંભરે કૂ...હુ...ક – કાળી ગાયકા રે | |||
:ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે | |||
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે | |||
મનના જરજર દુરગ ખરખર કાંકરી રે | |||
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે | |||
:તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે | |||
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે | |||
</poem> | |||
===૭. નાગરનું વતનસ્મરણ=== | |||
:'''(સૉનેટ – ગીત - ગઝલ)''': | |||
<poem> | |||
ગામ શેખડી ક્યાંક વસ્યું ટહુહાના ઘરમાં | |||
ઊગી નીકળ્યું ઝાડ થઈ ક્ષણમાં નાગરમાં | |||
મારગ પરની ધૂળ અડી સપનું થઈ પગને | |||
ચકલી થઈને ઊડી ગયા પગ, જો નિંદરમાં | |||
નિંદર નસનસ ઊગી નીકળી ગામ થઈને | |||
સપનાં ઘરઘર ઝૂલ્યાં ભેરુ થઈ પળભરમાં | |||
ઘર પછવાડે છાણાનાં પગલાં ફંફોસે | |||
કુંવારા બે હાથ, કશું ભૂલ્યાં અવસરમાં | |||
સમડાની છાયામાં ઢળતાં અલકમલક, ને | |||
બોધરણેથી છાસ ઢળે તપતા ઉદરમાં | |||
બપોરના પડખામાં ઊંઘે ભાગળ સૂની | |||
બાળક મલકે જાણે માના પડખા ફરમાં | |||
ભેરુ. નિંદર. સમડી. સપનું. સૌ ચકલીવત્ | |||
ઝાંખાંપાંખાં ન્હાય હવે સુક્કા અક્ષરમાં | |||
</poem> | |||
===૮. તિલ્લી – ૭=== | |||
<poem> | |||
તિલ્લી! અન્ધારાં કૈં ડૂબ્યાં કે ડૂબ્યાં જીવવા રે લોલ | |||
તિલ્લી! પગપગ રૂના ભારા કે પગલાં સીવવા રે લોલ | |||
તિલ્લી! નવસેં નદિયું ફાટી કે ફાટ્યા સાગરા રે લોલ | |||
તિલ્લી! ડંકા પ્રલ્લેના વાગ્યા કે તૂટ્યા આગળા રે લોલ | |||
તિલ્લી! પાણી થઈ પડછાયા જો સરસર સરી ગયા રે લોલ | |||
તિલ્લી! માયાતરણી મધે, એ પળપળ તરી ગયા રે લોલ | |||
તિલ્લી! ચહુદિશ વંટોળ પૂગ્યા કે વંટોળ ના રિયા રે લોલ | |||
તિલ્લી! કામણ કિધાં એવા કે જીયરા મોહ લિયા રે લોલ | |||
તિલ્લી! ઝાકળ જેવી આંખો ઊઘડતી આંખમાં રે લોલ | |||
તિલ્લી! સૂરજની લખ પાંખો ઊઘડતી ઝાંખમાં રે લોલ | |||
તિલ્લી! ઝાંખો દીવો ચેત્યો કે જાળિયા ઝગઝગ્યાં રે લોલ | |||
તિલ્લી! ઝાલર ઝીણાં ગીતો ધજા થઈ ફગફગ્યાં રે લોલ | |||
</poem> | |||
===૯. તિલ્લી – ૮=== | |||
<poem> | |||
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમે... | |||
ચલત હવાકા બાસી હું મૈં કાગળમાં લહેરાઉં અવિચળ શઢ તોડી | |||
શ્વાસ સિપઈયા ફિરત રહત હઈ ઔર ફિરું મૈં ગઢ તોડી | |||
તિલ્લી! તોડી રાગસે બાંધુ મૈં બિરહા કો અખિયન મેં | |||
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મેં જકડું કંઠનમે... | |||
જીવ હમારો ઝિરિમિરિ બોલઈ તૂ હી તૂ હી સાજન મોરો | |||
મિટ્ટીકો અંગૂઠા છુવૈઈ એવો કાગળ લિખ દે કોરો | |||
તિલ્લી! તિરકટ થા, નાચું મૈં બાંદ બચનવા પૈંજનમેં | |||
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમેં... | |||
</poem> | |||
===૧૦. સરહદ=== | |||
<poem> | |||
અચાનક નદીની સરહદ શરૂ થાય છે, પવની ગતિ અને | |||
ભીનાશ ગાઢ બને છે, કશુંક ગમતીલું ઘેરી વળે છે, | |||
અને, તારા વિચારોની સરહદ શરૂ થાય છે, નદી ક્યારેક | |||
હોય છે તારી આંખોમાં, ક્યારેક નદીની આંખમાં જોઉં છું | |||
તને, અને, અચાનક આંસુની સરહદ શરૂ થાય છે, | |||
ધબકાર સાંભળી શકાય તેટલી શાંતિ, અને, પથ્થરો | |||
હવામાં તરવા લાગે તેટલી હળવાશ ગાઢ બને છે, | |||
કશીક સમયહીન સુવાસ ઘેરી વળે છે, અને, કવિતાની | |||
સરહદ શરૂ થાય છે. | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧૧. કાનજી પટેલ|૧૧. કાનજી પટેલ]] | |||
|next = [[પ્રતિપદા/૧૩. બાબુ સુથાર|૧૩. બાબુ સુથાર]] | |||
}} | |||
edits