પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(11 intermediate revisions by the same user not shown)
Line 162: Line 162:
:::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
:::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
</poem>
</poem>
===૮. કોના હોઠે===
<poem>
::::ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?
::મ્હેક મ્હેકનાં થળથળ થાનક
::ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?
::કોઈ ખાલી, કોઈ અધૂરાં
::ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
::જાત ભૂલીને નીકળ્યાં પોતે
::કોણ અહીંયાં કોને ગોતે?
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે : મીરા?
</poem>
===૯. ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા===
<poem>
નહીં રાત દેખી, ન દેખા સબેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
જિંહાં પાંવ રુક્કેે તિંહા હો બસેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા


====
હમેં ક્યાં? અહીં સે વહી તક ફકીરો! ખબર છે જવાના વહીં સે નહીં તક
અરે, હમને સારી જમીં કો હી ઘેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
 
કરેગા ક્યા છત-છાપરે ઔર વંડી? રમાઈ હૈ ઘૂની તો કિસ કામ બંડી?
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
 
કિંહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોઝા, મિલીં આંખ બંદે, અબી હાલ સો જા!
જરા દેખ હમકું તો લે’રા હી લે’રાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
 
કરે સિર્ફ માલિક હુકમ એ જ કાફી, રહેગી ચલમ કે રહેલી ન સાફી
યિહાં કૌન ચાચા-ભતીજા-મમેરા? ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
</poem>
===૧૦. ઠસ્સો===
[મંદાક્રાન્તા/ સૉનેટ]
<poem>
ચૂલામાં તેં વખતસર ઓબાળ પૂર્યો. અડાયાં
ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં.
ચોમાસાની અસર પણ દેખાય છે આ હવામાં
થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં.
 
ઘેરી લેતી ઘર સકળને, સાંજને ધૂમ્રસેર –
ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હુંઃ અશ્રુભેર
મુંઝાતી તું, બધુ વધુ તને ભીડવે, ચાડ રાખે
જોતી બેઠી, અવર કશું ના સૂઝતાં, તખ્ત આંખે.
 
થાકી તોયે અધરવ્વયથી આગ સંઘ્રૂકતી તું
લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું?
રેલો ચાલ્યો કુમકુમતણો, કાનનાં ફૂલ ડોલે
શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે!
 
બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું
ઠસ્સો તારો લથબથઃ ભલે દૂર ઠેલાય વાળુ.
</poem>
===૧૧. થાક===
<poem>
:::::::થાક?
::::શું પૂછ્‌યુ? શું છે આ થાક?
સડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક
 
::::ઓરાએ પછવાડે માર્યાં છે તીર
::::આઘેના મોકલે ત્યાં શીતળ સમીર
ગોખ્યું તે ભૂલું છુંઃ ભુલવાનું ગોખું છુંઃ આપણા તો જુદા સૌ આંક
 
::::સૂરજની ચપટી લૈ ચોડે જે ભાલે
::::એણે કયા કારણે ભીંજવ્યો છે વ્હાલે?
ફૂદાની જેમ કરે ઉડાઊડ અમથી શું કાગળ પર ઝીણકુડી ટાંક?
 
::::દીકરીની માંદગીને ને દીકરાનો ધંધો
::::જાત એમાં મારે છે ચિંતાનો રંધો
ખરબચડાં દુઃખ એમ સુંવાળા થાયઃ સમુંસૂતરું ને ચાલે ઠીકઠાક
 
::::જીવની લગોલગ છે અડસઠમું તીરથ
::::હાંકેડુ જાણે છે લેવાનો ક્યો પથ?
અધકચરી ધારણાઓ લગરીકે ચીંધીએ તો એ જ મારે અંદરથી હાક થાક?
 
::::શું પૂછ્‌યું? શું છે આ થાક?
અડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક
</poem>
===૧૨. મારા પગમાંથી...===
<poem>
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
પછી કેડી ઉપરથી તું ઊછળતી જાયઃ થાય  છાતીમાં  હરણાંઓ ઠેકે
 
કુંજડીની હાર જાણે નભમાં લહેરાયઃ તારા ઊડે છે એમ કોરા વાળ
ગુંજી ઊઠી તે તારા હાથની બંગડી કે  પંખીના  કલરવથી  ડાળ?
 
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે?
 
ઝાડવાની નીચે તું ઊભેલી હોયઃ એની છાંય થતી જાય ભીને વાન
હસુ હસુ થાય ત્યાં તો સૂની બપ્પોર એવું  પાંદડાંને  સૂઝે તોફાન
 
દોયો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં  હળવેથી    ફેંકે
મારા પગમાંથી કાંટો તે કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
</poem>
 
 
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૮. કમલ વોરા|૮. કમલ વોરા]]
|next = [[પ્રતિપદા/૧૦. નીરવ પટેલ|૧૦. નીરવ પટેલ]]
}}
26,604

edits