અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/આજ: Difference between revisions
Jump to navigation
Jump to search

MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

| Line 25: | Line 25: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૭૩)}} | {{Right|(બારી બહાર, પૃ. ૭૩)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/Aaaj_Andhaar_Khushabo_Bharyo-Amar_Bhatt.mp3 | |||

પ્રહલાદ પારેખ • આજ અંધાર ખુશબોભર્યો લાગતો... • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: હિમાલી વ્યાસ નાયક | |||

Revision as of 17:59, 26 August 2021
આજ
પ્રહલાદ પારેખ
આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ.
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મહેકતી આવતી શી સુગંધી! આજ.
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી? આજ.
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું,
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? આજ.
(બારી બહાર, પૃ. ૭૩)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697df006d34950_24276638
પ્રહલાદ પારેખ • આજ અંધાર ખુશબોભર્યો લાગતો... • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: હિમાલી વ્યાસ નાયક