અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ઝંખના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 25: Line 25:
{{space}}{{space}}{{space}}—સૂરજ...
{{space}}{{space}}{{space}}—સૂરજ...

{{Right|વીસાપુર જેલ, મે ૧૯૩}}
{{Right|વીસાપુર જેલ, મે ૧૯૩૨}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/90/Sooraj_Dhundhe-Amar_Bhatt-Rasbihari_Desai.mp3

ઉમાશંકર જોશી • સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: રાસબિહારી દેસાઇ • આલ્બમ: ગીતગંગોત્રી

Revision as of 21:27, 24 August 2021

ઝંખના

ઉમાશંકર જોશી

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
— સૂરજ...

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
—સૂરજ....

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
—સૂરજ...

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
—સૂરજ...

વીસાપુર જેલ, મે ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697db08c9865f0_06493955

ઉમાશંકર જોશી • સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: રાસબિહારી દેસાઇ • આલ્બમ: ગીતગંગોત્રી