અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
(Created page with "{{SetTitle}} {{Heading|ચમકે ચાંદની|ઉમાશંકર જોશી}} <poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મં...") |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
{{Right|૯-૪-૧૯૫૩}} | {{Right|૯-૪-૧૯૫૩}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)}} | {{Right|(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)}} | ||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ | ||
Revision as of 14:16, 24 August 2021
ચમકે ચાંદની
ઉમાશંકર જોશી
આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.
કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.
આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.
ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.
આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.
ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
૯-૪-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt6987c89c512124_40560965
ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5