મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨): Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨)|}} <poem> સ્વપનાં આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો...") |
(No difference)
|
Latest revision as of 10:03, 20 August 2021
સ્વપનાં
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળકળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,
ફુલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.
ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીં-દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.
લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.