મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧)|}} <poem> બંગલો અડવડ દડવડ નગારાં વાગે, હર હર ગોમતી ગાજે રે,...")
 
(No difference)

Latest revision as of 10:02, 20 August 2021


પદ (૧)

બંગલો
અડવડ દડવડ નગારાં વાગે,
હર હર ગોમતી ગાજે રે, બંગલા ફક્કડ બનાયા.          – અડવડ

વાણે ચડીને વીરે ઈંટું મંગાવી.
ઈંટુંના ઓરડા ચણાવો રે, બંગલા ફક્કડ બનાયા.          – અડવડ

વાણે ચડીને વીરે સોપારી મંગાવી,
સોપારીની પૂરણી પુરાવો રે, બંગલા ફક્કડ બનાયા.          – અડવડ

વાણે ચડીને વીરે કુંકુ મંગાવ્યાં,
કંકુની ગાર્યું કરાવો રે, બંગલા ફક્કડ બનાયા.          – અડવડ

વાણે ચડીને વીરે લવિંગ મંગાવ્યાં
લવિંગનાં જાળિયાં મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા.          – અડવડ

વાણે ચડીને વીરે એળચી મંગાવી,
એળચીની બારિયું મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા.          – અડવડ