મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મહમદશા પદ ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|}} <poem> પ્રીતમ! તમને શૂં કહૂં? મારી પ્રીત બંધાણી, ઘણા રે દિ...")
 
(No difference)

Latest revision as of 06:39, 20 August 2021


પદ ૨

પ્રીતમ! તમને શૂં કહૂં? મારી પ્રીત બંધાણી,
ઘણા રે દિવસની ચાકરી રે, મોંની મહોબત ન આણી.          પ્રીતમ!

પીયુજી! સ્વર્ગભુવનથી ઉતર્યા, તે દા’ડાની ઉદાસી,
ભર જોબનમાં હૂં થઈ રે, મેહેલી ચાલ્યા સંન્યાસી.          પ્રીતમ!

(પિયુજી!) મને તમારો વિશ્વાસ છે, જાણૂં મેલી માં જાશો,
ઘણાં ઘર આવ્યા ભટકી રે, જાણ્યૂં અમર થાશો.          પ્રીતમ!

પિયુજી! અમને મેહેલીને, એકલા ના જાશો,
બીજી અબળાને પરણતાં રે, ઘણૂં દોહેલા થાશો.          પ્રીતમ!

પ્રીતમ કહે: સૂણ્ય પ્રેમદા! મારું જોર ન ચાલે,
ચીઠી આવી રાજારામની રે, તે સમે લાચાર.          પ્રીતમ!

હવે ગદ્ગદ્ કંઠે કે’ છે કામિની, નયણે નીર ન માય,
પિયુ પરેદશી ચાલિયો, કદમ વળાવવાને જાય.          પ્રીતમ!

એ ગતિ છે સંસારની રે, કોઈ ગર્વ ના કરશો,
પિયુ પરદેશી પ્રીતનો રે, વિશ્વાસ ન ધરશો.          પ્રીતમ!

કાજી મહંમદની વિનતિ, તમે સૂણજો કાન,
એકમન થઈને સાંભળો, ગોવિંદ ધરજો રે ધ્યાન.          પ્રીતમ!