મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| મુક્તાનંદ}} <poem> ગિરધારી રે ગિરધારી રે, સકી ગિરધારી. માર...")
 
(No difference)

Latest revision as of 05:07, 19 August 2021


પદ ૨

મુક્તાનંદ

ગિરધારી રે
ગિરધારી રે, સકી ગિરધારી.
મારે નિરભે અખૂટ નાણું. ગિરધારી રે. ટેક.

ખરચ્યું ન ખૂટે, એને ચોર ન લૂંટે;
દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ન છુટે.          ગિરધારી રે

અણગણ નાણું સંચે અંતે, નિરધનીઆ જાય;
તેની પેઠે નિરભે નાણું, દૂર ન થાય.          ગિરધારી રે

સંપત વિપત સર્વે સ્વપ્નું જાણું;
હરિના ચરણની સેવા, પૂરણ ભાગ્ય પરમાણું          ગિરધારી રે

મુક્તાનંદ કે મોહનવરને ઉરમાં ધારી;
હવે દુ:ખ ને દારિદ્ર થકી, થઈ હું ન્યારી.          ગિરધારી રે