મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૫|બ્રહ્માનંદ}} <poem> ભુજ બંધ જડાઉ ભારી રે, રંગ રેલ રસીલા. બા...")
 
(No difference)

Latest revision as of 11:40, 18 August 2021

પદ ૧૫

બ્રહ્માનંદ

ભુજ બંધ જડાઉ ભારી રે, રંગ રેલ રસીલા.
બાંધ્યા મન હરવા મોરારી રે; રંગ રેલ રસીલા.

ગળે મોતી માળ અમૂલી રે, રંગ૦ જોઈ વ્રજ વનિતા તન ભૂલી રે;          રંગ૦ ૧

સુંદર ઉપડતી છે છાતી રે. રંગ૦ તેની શોભા નથી કહેવાતી રે;          રંગ૦ ૨

પેટ પોયણાનું પાનું રે, રંગ૦ દેખી ગોકુળ થયું દીવાનું રે;          રંગ૦ ૩

બ્રહ્માનંદ કહે કમર કસી છે રે, રંગ૦ મારા અંતરમાં એ વસી છે રે;          રંગ૦ ૪