સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/જાણે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એ હકૂમત ચલાવી જાણે છે માસૂમોને મરાવી જાણે છે પુષ્પ શું ચીજ છે એ શ...")
 
(No difference)

Latest revision as of 03:58, 2 June 2021

એ હકૂમત ચલાવી જાણે છે
માસૂમોને મરાવી જાણે છે
પુષ્પ શું ચીજ છે એ શું જાણે
માત્રા કાંટા બિછાવી જાણે છે
આપ આંબા ઉછેરતા જાઓ
એ કુહાડી ચલાવી જાણે છે...
આગ લાગો એ રાજમાં ‘દીપક’
જે પ્રજાને રડાવી જાણે છે.