મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૦|બ્રહ્માનંદ}} <poem> હેલિ જોને આ નંદકુમાર, સલુણો શોભતા; ચાલ...")
 
(No difference)

Latest revision as of 11:34, 18 August 2021

પદ ૧૦

બ્રહ્માનંદ

હેલિ જોને આ નંદકુમાર, સલુણો શોભતા;
ચાલે મદઝર ગજનિ ચાલ, રસિક ચિત લોભતા.

પ્યારી લાલ સુરંગી પાઘ, અલોકિ બાંધણિ;
છુટા પેચ ઝુક્યા ચહુકોર, અધિક શોભા બણી.

રૂડિ રાજે છે નલવટ રેખ, મનોહર માવને;
જોતાં કેસર તિલક અનુપ, વધારે ભાવને.

ઉભા અલવ કરે અલબેલ, સખાના સંગમે;
ખેલે બ્રહ્માનંદનો નાથ, રાજેસર રંગમે.