મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૬|વિશ્વંભર}} <poem> પ્રેમપંથની વાતો ન્યારી, ::: કોય પ્રેમીજન હ...")
 
(No difference)

Latest revision as of 08:21, 18 August 2021

પદ ૬

વિશ્વંભર

પ્રેમપંથની વાતો ન્યારી,
કોય પ્રેમીજન હોએ તે જાંણે,
ખલ્લવદ્યાએ ખબર્ય ન પાવે,
સાંહાંને વાદ વખાંણે.          ૧

ચ્યતુરાઈ કરી કૈ ચુકી ગયા છે,
ગલ્લીતપને ઘર માંણે,
અવર ઉપાધી છાડી દેઈને
હરીચરણ ચીત આંણે.          ૨

પરપંચે પચીયા જે પ્રાંણી,
તેહેને ઘરૂનુ જ્ઞાન ન ભાવે.
નીશ્ચેપદનો ન્યાય ન માને.
અપના મત ઉઠાવે.          ૩

પ્રેમ પ્રગટ્યા એમ જાણીએ,
સતગુરૂ સબ્દે ચાલે.
વસ્તા વીસ્યંભર ભોગવે.
સ્વયંભર આપુ આપને આલે.          ૪