મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૯: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૯|દાસીજીવણ}} <poem> દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ... દેખંદા ર...") |
(No difference)
|
Latest revision as of 09:53, 17 August 2021
દાસીજીવણ
દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ...
દેખંદા રે કો આ દિલ માં ય,
નિરખંદા રે કોઈ આ દિલ માં ય,
પરખંદા રે કોઈ આ દિલ માં ય... ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...
બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય,
જિયાં જેવો તિયાં તેવો, થીર કરીને થાણા દિયા રે ઠેરાય...
–ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...૦
નવ દરવાજા નવી રમત કા, દસમે મોલે ઓ દેખાય,
સોઈ મહેલમાં મેરમ બોલે, આપું ત્યાગે ઓ ઘર જાય...
–ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...૦
વિના તાર ને વિણ તુંબડે, વિના રે મુખે ઈ તો મોરલી બજાય,
વિના દાંડીએ નોબતું વાગે, વિના રે દીપકે જ્યોત જલાય...
–ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...૦
આ રે દુ કાને દડ દડ વાગે, કર વિના વાજાં અહોનિશ વાય,
વિના આરિસે આપાં સૂજે, એસા હે કોઈ વા ઘર જાય...
–ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...૦
જાપ અજપા સો ઘર નાંહી, ચંદ્ર સૂરજ જહાં પહોંચત નાંહી,
સૂસમ ટેક સે સો ઘર જાવે, આપે આપને દિયે ઓળખાય...
–ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...૦
અખર અજીતા મારી અરજ સુણજો, અરજ સુણજો એક અવાજ,
દાસી જીવણ સત ભીમના શરણાં, મજરો માની લેજો ગરીબનવાજ...
–ઝણણણ ઝણણણ ઝાલરી વાગે...૦