અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશરફ ડબાવાલા/ગઝલ (ઝંડા ને એના નારા...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઝલ (ઝંડા ને એના નારા...)|અશરફ ડબાવાલા}} <poem> ઝંડા ને એના નારા અવ...") |
(No difference)
|
Revision as of 06:55, 20 July 2021
ગઝલ (ઝંડા ને એના નારા...)
અશરફ ડબાવાલા
ઝંડા ને એના નારા અવકાશ પર જવાના,
ધરતી ઉપરના ફાંટા અવકાશ પર જવાના.
શ્રદ્ધા ને જ્ઞાન સાથે જેને છે ઘરની જેવું,
એ વાયા કાશી-કાબા અવકાશ પર જવાના.
અધ્ધર જીવેય માના હૈયે હરખ ન માતો,
ખોળાના ખૂંદનારા અવકાશ પર જવાના.
રૉકેટ પણ ન ઊડશે ના શેરડોય પડશે,
મનસૂબા તોય મારા અવકાશ પર જવાના.
આકાશ આંખ ભીતર ક્ષિતિજ વિનાનું લઈને,
માહિતીના દીવાના અવકાશ પર જવાના.
પૃથ્વીની યાતનાઓ માથે ચડાવનારા,
મંગળનાં ગીત ગાવા અવકાશ પર જવાના.
શબ્દોનું યાન લઈને, કલ્પનના વીજવેગે,
અશરફ-મધુયે છાનાં અવકાશ પર જવાનાં.
નવનીત સમર્પણ, ઑક્ટોબર ૨૦૧૪